નર્મદા જિલ્લામાં વધતો કોરોનાનો પ્રકોપ… આજે ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૩૮૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨૧૫ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૬૭૦ થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૮ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૭ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૭૮, હોમ આઇસોલેશનમા ૪૮ દરદીઓ અને વડોદરા ખાતે ૧૫ દરદીઓ સહિત કુલ-૧૭૮ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૫,૬૨૩ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૮૭ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૮ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૭ સહિત કુલ-૪૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૩૮૮ ,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨૧૫ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૬૭૦ નોંધાવા પામી છે.

નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે જે ખુબજ ચિંતા નો વિષય બનેલ છે, શહેરી વિસ્તારમાં તો કોરોના ફેલાયેલો છે જ જયારે હવે ગ્રામય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો નોધાઇ રહયા છે.ગામડાઓ માથી મોટા પ્રમાણ મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ મળી રહયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૮ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૫૭૩ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૨૪૮૯ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૪૮ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૭ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૭૮ અને વડોદરા ખાતે ૧૫ દરદીઓ સહિત કુલ-૧૭૮ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૯૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૨૪ સહિત કુલ-૧૬૨૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૮ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૫,૬૨૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૩૨ દરદીઓ, તાવના ૨૮ દરદીઓ, ઝાડાના ૨૭ દરદીઓ સહિત કુલ-૮૭ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here