નર્મદા જિલ્લામાં બુધવારે એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૭૩૧, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૦૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૨ દરદીઓ સહિત પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૪૯૧ થઈ

રાજપીપલાની કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૬ દર્દીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૬ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૨૪ દર્દીઓ, હોમ આઇસોલેશનમા ૪૨ દર્દીઓની અને વડોદરા ખાતે ૭ દર્દીઓની
સહિત કુલ-૮૯ દર્દીઓ સારવાર હેઠળ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૫ મી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૭૩૧, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૭૦૮ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૫૨ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૪૯૧ નોંધાવા પામી છે. રાજપીપલાની કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૬ દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૬૧૯ દર્દીઓની, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૭૮૦ દરદીઓ સહિત કુલ-૧૩૯૯ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૪૨ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૬ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૨૪ દરદીઓ અને વડોદરા ખાતે ૭ દરદીઓ સહિત કુલ-૮૯ દરદીઓ સારવાર હેઠળ છે. આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીઓના મૃત્યુ નોધાયેલ છે. આજે RTPCR ટેસ્ટમાં ૬૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૧૯ સહિત કુલ-૪૮૮ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૨૫ મી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૬,૫૩૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૨૮ દરદીઓ, તાવના ૨૪ દરદીઓ, ઝાડાના ૩૧ દરદીઓ સહિત કુલ-૮૩ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૯૧,૫૬૨ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૯૩,૧૩૯ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here