જૂની પાદરડી પ્રા.શાળા ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો..

  1. શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જૂની પાદરડી પ્રા.શાળા ખાતે આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાદરડીના સહયોગથી વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. PHC કર્મચારી યોગેન્દ્રભાઈ પાટીલ MPHW બતેમજ અલ્પેશભાઈ WB દ્વારા વ્યસન કરવાથી થતાં વિવિધ રોગોની માહિતી આપવામાં આવી હતી. તેમજ વ્યસન દ્વારા કેન્સર જેવા જીવલેણ રોગોને પણ નોતરું મળે છે. તમાકુના વપરાશથી થતી વિવિધ બીમારીઓમાં ફેફસાનું કેન્સર, ગળા, નાક તથા મોઢાનું કેન્સર, સ્વરપેટીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, લકવો તથા મગજનામાં લોહી જામી જવું, સ્ત્રીઓમાં કસુવાવડ, માનસિક તનાવ, સ્વાદુપિંડનું કેન્સર, કિડનીનું કેન્સર, પેશાબની કોથળીનું કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર તેમજ ગર્ભાશયનું કેન્સર ઉપર મુજબના રોગો તમાકુ તથા તમાકુની બનાવટોનું સેવન કરવાથી થાય છે. જેથી આપની જિંદગી તથા કુટુંબીજનો માટે ઉપર મુજબની બીમારીઓથી દૂર રહી તંદુરસ્ત જિંદગી જીવવા માટે વ્યસન મુક્ત બનશો. તેવી અપેક્ષા રાખવામાં આવે છે. વ્યસન મુક્તિ કાર્યક્રમને નિયમિત કાર્યરત રાખવા ધોરણ – 8 ના વિદ્યાર્થી પ્રકાશકુમાર ગુલાબસિંહ બામણિયાને વોલેન્ટીયર બનાવવામાં આવ્યો હતો. ડૉ.કલ્પેશ આર.પરમારે જણાવ્યું હતું કે, વ્યસનની ક્ષણિક મજા, મોતની સજા, જિંદગી પસંદ કરો, નહીં કે તમાકુ, ગુટકા વગેરે તેમજ વ્યસન ન કરનાર વ્યક્તિ તંદુરસ્ત અને નિરોગી રહે છે. તે હંમેશા પ્રફુલ્લિત રહે તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય સુશીલાબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. ભાનુભાઈ પટેલ, રણજીતસિંહ બારીઆ, ઈલાબેન પટેલ, કવિતાબેન ડીંડોર વગેરે પણ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here