નરેન્દ્ર મોદી વિચાર મંચના સ્થાપના દિવસની “સેવા દિવસ” તરીકે ટીમ પંચમહાલ દ્વારા ઉજવણી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

તા. ૨૨ જુન, નરેન્દ્ર મોદી વિચાર મંચનો સ્થાપના દિવસ છે જે અંગે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા સ્થાપના દિવસને  “નમો આપકે દ્વાર” કાર્યક્રમ હેઠળ “સેવા દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો

કાલોલ તાલુકાના સામળદેવી ગામ ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારો અને કાર્યોને ઘર ઘર સુધી પહોંચાડવાના મજબૂત પ્રયત્નો સાથે ટીમ પંચમહાલ દ્વારા સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રાથમિક શાળાના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, આંગણવાડીનાં બાળકોને બિસ્કીટ વહેંચવામાં આવ્યા. પ્રાથમિક શાળાના શિક્ષકો, આંગણવાડીની બહેનો વિગેરેનું સન્માન કરી પ્રોત્સાહન પુરું પાડવામાં આવ્યું બાળકો સાથે રમતમાં જોડાઈને પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાના નાગરિકની ચિંતા કરી મજબૂત આયોજન કરવામાં આવે છે તે અંગે ચર્ચા કરવામાં આવી કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ અતુલ ભાઈ પંડ્યા, રાજેશભાઈ પરમાર, યુવા અધ્યક્ષ વાઘા ભાઈ ભરવાડ, કાલોલ તાલુકા મહિલા અધ્યક્ષ ભારતી બેન જોષી, હાલોલ તાલુકા અધ્યક્ષ પ્રકાશભાઈ પંડ્યા, રાજુભાઈ શાસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા સરપંચ તથા ગામ અગ્રણીશ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નરેન્દ્ર મોદી વિચાર મંચના સેવા કાર્યમાં સહયોગી બન્યા. પ્રાથમિક શાળા શિક્ષકો, આંગણવાડીની બહેનોએ ખૂબજ સારી વ્યવસ્થા કરી સહયોગ પુરો પાડયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here