કાલોલ : મહિલાને તેના પતિ તથા સાસરિયાં વાળા દ્વારા ત્રાસ આપી ઘરમાંથી બહાર કાઢી મૂકતાં ૧૮૧ અભયમ્ મદદે પહોંચી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એક શહેર નજીકના વિસ્તરમાંથી એક મહિલા ને તેણીના પતિ તથા સાસરિયાં વાળા દ્વારા મારકુટ કરી કાઢી મૂકવામાં આવી હોવા અંગેનો કોલ ૧૮૧ અભયમ્ ટીમને આવ્યો હતો અને જણાવેલ કે મારા પતિ અને સાસરિયાં વાળા મને ખૂબજ મારપીટ કરે છે ગાળો બોલે,ધમકી આપી ઘર માંથી કાઢી મૂકી છે.અને ઘરના દરવાજા ને લોક કરી દીધેલ છે તેમ તેથી હાલોલ ૧૮૧ અભયમ ટીમ ત્વરિત ધટના સ્થળે પહોંચી ગઇ હતી.પછી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર દ્વારા પીડિતા બેન ન નું સાંત્વન પુર્વક કાઉન્સિલીંગ કર્યું.તેમાં પિડીત મહિલાનાં મરેજ બ્યુરો એપ્લિકેશન માંથી પોતાની પસંદગી કરી લગ્ન થયેલાં છે.અને લગ્નના આશરે એક વર્ષથી વધુ સમય થયેલો છે તેમના પતિને આગલા લગ્ન થયેલાં હતા તે પત્નીની એક દસ વર્ષ ની દીકરી પણ છે અને આ પીડિતા મહિલા ને એક વર્ષ થયું પરંતુ બાળક નથી તે માટે સાસરિયાં વાળા મારકુટ કરતાં હતા અને તેને રાખવા માંગતા નથી.મહિલાને ઘમકી આપે છે અને અહીંયા થી નીકળી જા નહીતર મારી નાખીશ તેમ કહી ઘરેથી કાઢી મૂકી હોઈ પીડિતા અડધી રાત સુધી ધરની બહાર આટા-ફેરા કરતાં રહયા પરંતુ તેના સાસરિયાં વાળા ઘરનું લૉક લગવેલુ તે ખુલ્યું ન હતું.અને પોતે પણ બધા સભ્યો બહાર નીકળી ગયા હતા.તેમના મોબાઇલ ફોન પણ બંધ કરેલ હતા.તેથી ૧૮૧ ટીમના કાઉન્સેલર મધુબેન રાઠવા અને મહિલા પોલીસ માયાબેન બારીઆ મહીલાને દ્વારા કાયદાકિય જાણકરી આપી હતી. ત્યાબાદ પીડિતા ત્યાં સલામતી ન અનુભવતા હોય અને તેઓને આશ્રયની અને લાંબાગાળાના કાઉન્સિલિંગની જરૂર હોવાનું જાણતાં મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા આ મહિલા ને ગોધરા સખી વન સ્ટેપ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here