ધાનપુર પોલીસ સ્ટેશનના રજીસ્ટરમાં વોરંટ વોન્ટેડ નાસતા ફરતા 14 આરોપીઓને કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન ઝડપી પાડતી ધાનપુર પોલીસ…

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

પ્રાપ્ત માહિતી પ્રમાણે ધાનપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ વોરંટના આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબે જરૂરી માર્ગદર્શન ધાનપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જી ચુડાસમા સાહેબને સૂચના આપતા લાંબા સમયથી ધાનપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વોરંટ વોન્ટેડ ફરાર ગુનેગારોને ઝડપી પાડવા ધાનપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબે જુદી જુદી ટીમો બનાવી કોમ્બિંગ કરી ને ધાનપુર તાલુકાના જુદા જુદા ગામોના ધરપકડ વોરંટ ફરાર જેવા ભાગમ ભાગ કરતાં 14 જેટલા આરોપીઓને કોમ્બિંગ દરમિયાન ઝડપી પાડવામાં મોટી સફળતા મળેલ છે કોમ્બિંગ દરમ્યાન ઝડપાયેલા આરોપીઓને ધાનપુર પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરી અલગ અલગ પોલીસ સ્ટેશન ના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી અલગ અલગ પોલીસ સ્ટેશન નો માં મોકલી આપવામાં આવેલ છે આમ ધાનપુર પોલીસે દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગંભીર પ્રકારના ગુનાના વોરંટ ફરારી 14 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં ધાનપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સફળતા પ્રાપ્ત થયેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here