દેશનું ભવિષ્ય કહેવાતા માસુમ બાળકોના ખભે પોતાના જ ભવિષ્યનો બોજ… કોના પાપે..!!?

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

વિકાસની કેડીએ પગપાળા હંકારતી આદિવાસી બાળાઓ

ચારેકોર વિકાસ અનની અને શિક્ષણ ની ગુલબાંગો ફૂંકાઇ રહી છે ત્યારે આ તસ્વીર જાણે કે સમગ્રતહઃ ચિત્ર ને એક જુદા જ અર્થ મા પરિભાષિત અને પ્રદર્શીત કરી રહી છે. ભાર વિનાનું ભણતર માત્ર એક ઉક્તિ સમાન બનયુ છે, કુમળી વય ની આદિવાસી બાળાઓ ચાર ચાર કી. મી. સુધી પગપાળા ચાલી ને શિક્ષણ મેળવવા , પોતાના ભવિષ્ય ને સાકાર કરવા , પરિવાર ના ઉત્થાન માટે વિકાસ ની કેડી એ પગપાળા હંકારતી જોવા મળી રહી છે.

આ તસ્વીર વાવડી ની એક માધ્યમિક શાળા માથી પોતાના ધરે મોટારાયપુરા ખાતે પરત ફરતી આદિવાસી બાળાઓ ની છે , ગામ મા ધોરણ 8 સુધી ના અભ્યાસ ની સુવિધા છે પરંતુ ધોરણ 9 અને 10 મા અભ્યાસ કરવા માટે વાવડી ગામ ખાતે આવવું પડતું હોય છે, તયારે કેન્દ્ર સરકાર ના એસપીરેશનલ ડિસ્ટ્રીકટ મા વસાવાટ કરતી આદિવાસી બાળાઓ સવાર સાંજ પોતાના ગામ થી ચાર ચાર કી.મી. પગપાળા ચાલી ને શિક્ષણ નો ભાર પોતાના ખભે ઉપાડી અભ્યાસ અર્થે આવતી હોય છે. આ બાળાઓ માટે વિકાસ ની કેડી એ દોડતી એસ.ટી. બસ ની સુવિધા ઉપલબ્ધ નથી !! શાળા એ જતી બાળા ઓને હજી સુધી સરકાર દ્વારા અપાતી સાયકલો અપાઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here