ભારતીય બનાવટનો વિદેશી દારૂ ડુંગરગામે ઘરમાંથી પકડાતા બુટલેગરોમાં ફફડાટ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની કુલ-૨૧૬બોટલો મળી આવી

રૂ.૩૧૮૦૦/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી ગણનાપાત્ર કેસ કરવામાં આવ્યો

એમ.એસ.ભરાડા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરાવિભાગ વડોદરાનાઓની સુચના ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર ડીવીઝન વિસ્તારમાં પ્રોહીબીશનના કાયદાનું કડક રીતે પાલન થાય તેમજ પ્રોહી બુટલેગરો પોતાની ગેરકાયદેસરની પ્રવૃતી કરતા અટકે તે હેતુથી નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ નાઓએ પોતાના અંગત બાતમીદારોને સક્રીય કરેલ હતા.દરમ્યાન આજરોજ અંગત બાતમીદાર થકી બાતમી હકિકત મળેલ કે પાનવડ પોલીસ સ્ટેશનના ડુંગરગામ ગામે રહેતા છે અમરસીંગભાઇ જંગુભાઇ નાનો પોતાના ઘરમાં ચોરી છુપીથી ભારતીય બનાવટનો વિદેશી દારુ લાવી વેચાણ કરેછે તેવી હકિકત મળતા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ નાઓએ સ્ટાફના પોલીસ માણસોને બાતમી હકિકતથી વાકેફ કરી તાત્કાલીક હકિકતમાં જણાવ્યા મુજબની જગ્યાએ જવા રવાના થયેલ હતા દરમ્યાન ડુંગરગામ ગામે પહોચી ઉપરોકત હકિકત વાળા ઘરને કોર્ડન કરતા ઘર ખુલ્લુ હોય ઘરમાં તપાસ કરતા સદર ઘરમાંથી ગેરકાયદેસરના ભારતીયબનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રાંડની બોટલો મળી આવેલ જે કુલ બોટલ નંગ -૨૧૬ કુલ કિંમત રૂપીયા૩૧૮૦૦/-નો મુદામાલ કબજે કરી આરોપી અમરસીંગભાઇ જંગુભાઇ રહે- ડુંગરગામ સરપંચ ફળીયા તા.કવાંટજી.છોટાઉદેપુર નાનો ઘરે હાજર મળી આવેલ નહી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ તથા તેઓના સ્ટાફના માણસોએ પ્રોહી.બુટલેગરો દ્વારા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની ચોરી છુપીથી વેચાણ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી કુલ બોટલ નંગ-૨૧૬ કુલ કિંમત રૂપીયા -૩૧૮૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આરોપી વિરૂધ્ધમાં આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here