કુદરતી સૌંદર્યના ખોળે વસેલા નસવાડી તાલુકાના અનેક ગામના લોકો વિકાસથી વંચિત…

બોડેલી,(છોટા ઉદેપુર) ઇમ્તિયાઝ મેમણ :-

કુદરતી સૌંદર્યના ખોળે વસેલા નસવાડી તાલુકાના અનેક ગામના લોકો વિકાસ ની જંખના કરી રહ્યા છે. આજે પણ અંતરિયાળ અને ડુંગર વિસ્તારમાં રહેતા ગરીબ આદિવાસી લોકો જાણે 18 મી સદીમાં જીવતા હોય તેવો એહસાસ કરી રહ્યા છે.

રાજ્યના સરહદી વિસ્તારને અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો એક એવો વિસ્તાર કે જે વિસ્તાર ગુજરાતના છેવાડા નો વિસ્તાર છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને અડીને આવેલો વિસ્તાર જેમાં નસવાડી તાલુકાના કુપ્પા, ગનીયાબારી, સાંકડીબારી, પીપળવાળી જેવા અનેક ગામના ગ્રામજનો માટેમજબુર બની મુસાફરી જીવના જોખમી ભરી હોય છે ખાસ કરીને ખાનગી વાહનોમા બેસીને કેટલાક લોકો જીવનું જોખમ કરી રહ્યા છે આ ગામમાં ડુંગરા ભીલ આદીવાસી સમાજના લોકોની મોટી સંખ્યામા વસ્તી છે છૂટા છવાયા રહેતા આ ગ્રામજનો માટે અવર જવર માટે પાકો રસ્તો નથી. ડુંગરાળ અને પથરાળ રસ્તા ઉપર થીજ આ ગ્રામજનોને પસાર થવું પડે છે. ગામ ના લોકોને ખાસ કરીને જ્યારે મેડીકલ સેવાની જરૂર પડે છે તેમજ જીવન જરૂરિયાતના કામ અર્થે નસવાડી જવું હોય તો બાઈક લઇને જવું પડે છે ગરીબ આદિવાસી પાસે બાઈકની સુવિધા પણ ન હોઈ તો તેમને પગપાળા ચાલતા જવાનો વારો આવે છે અને કાચા અને જોખમી રસ્તાને લઈ લોકોને સરકારી એસટી બસની સુવિધા પણ મળતી નથી.

ડુંગરો થી ઘેરાયેલ આ વિસ્તારના ગ્રામજનોને કાચા રસ્તા પર થી પોતાના ગામે જવા માટે 10 – 10 કિમિ પગપાળા ચાલતા જોવા મળી રહ્યા છે. અંતરિયાળ એવા ડુંગર વિસ્તારમા કેટલાક એવા પણ ગરીબ આદિવાસી લોકો છે કે જે પાંચ લીટર કેરોસીન મેળવવા છ કી.મી ચાલતા સસ્તા અનાજની દુકાને જતા નજરે પડ્યા હતા તો કેટલાક લોકો સસ્તા અનાજ ની દુકાન પર થી નજીવી રકમનું મળતું અનાજ મેળવવા 100 રૂપિયાનો પેટ્રોલ ખર્ચ કરી રહયા છે ગ્રામજનોનું કહેવું છે કે ખરાબ રસ્તા ને લઇ તેમની બાઈક એક વર્ષ મા ખખડધજ થઈ જાય છે.

આરોગ્ય સેવાનો તો બિલકુલ અભાવ જોવાઈ રહ્યો છે . કેટલાક આ વિસ્તારના એવા ગામ છે કે જે ગ્રામજનોબીમાર પડે તો અંદાજે 20 કિમિ દૂર આવેલા સરકારી દવાખાને જવું પડે છે ડુંગર વિસ્તારમા 108 કે અન્ય કોઈ વાહનો જઇ શકતા ન હોઈ દર્દીઓની હાલત કફોડી બને છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો આ વિસ્તાર છે કે જે વિસ્તાર મહારાષ્ટ્ર ની બોર્ડેર નજીક આવેલો છે. મહારાષ્ટ્રના નજીકના ગામના લોકોનો વ્યવહાર ગુજરાત સાથે જોડાયેલ છે. આ લોકો ગુજરાતમા આવવા માટે નર્મદા નદીના રસ્તે થઈ ગુજરાતમા પ્રવેશે છે. જે લોકો પણ ગુજરાતના અન્ય ગામોમા જવા માટે મુખ્ય રોડ સુધી જવા માટે 10 કિમિનો કાચો રસ્તો પસાર કરવો પડે છે. ગતીશીલ ગુજરાત, વિકાસ સીલ ગુજરાતની વાતો કરતી સરકાર અને નેતાઓ જરા નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં જઇ ને જુવે કે આદીવાસી વિસ્તાર નો કેટલો વિકાસ થયો છે…?

વિકાસની મોટી મોટી વાતો કરતી સરકાર અને નેતાઓ જુઓ આ તસ્વીરને ……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here