દેડિયાપાડા ખાતે ધરણાં પ્રદર્શન મા BTP સુપ્રિમો ધારાસભ્ય છોટુભાઈ વસાવાના વર્તમાન સરકાર સહિત ભાજપા ઉપર આકરા પ્રહાર

ડેડીયાપડાં,(નર્મદા) આશિક પઠાણ :-

સી.આર.પાટીલ બુટલેગર હતા જેથી ભાજપા એ પ્રદેશ પ્રમુખ બનાવ્યા –ધારાસભ્ય છોટુભાઇ વસાવા

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા ખાતે મંડળી ની માલીકીની જમીન બિલ્ડરો ને બારોબાર વેચી જમીન ઉપર કોમ્પલેક્ષ બનાવવા ના મામલાનો વિરોધ કરવા ધરણાં પ્રદર્શન ના એક કાર્યક્રમ મા ઉપસ્થિત ભારતીય ટ્રાયબલ પાર્ટી ના પ્રમુખ છોટુભાઈ વસાવા ને પ્રવર્તમાન સરકાર લોકો મા જાન પુરસે અને લોકો ના કામો કરસે નુ સરકાર દ્વારા કહેવામાં આવી રહયુ છે જેમાં કેટલુ સત્ય એ અંગે નો પશ્ર પત્રકારો દ્વારા પૂછાતા ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ સરકાર ને આડે હાથ લીધી હતી.

ધારાસભ્ય છોટુભાઈ વસાવા એ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકો મા જાન પુરસે અને લોકો ના કામ કરસે તો ચાર વર્ષ શુ કર્યુ ?? ચાર વર્ષ પછી જાન પુરવાની કામો કરવાના ? 25 વર્ષ થી રાજ્ય મા ભારતીય જનતા પાર્ટી ની જ સરકાર છેને તો આજે કયાંથી લોકો ની લાગણી પેદા થઇ ? જે મંત્રીઓ હતા તે ગયા એ એમનાજ તો ગોટિયા હતા, મુખ્યમંત્રી જેમને બનાવાયાં મંત્રી બનાવ્યા તેમને જાણ જ નહોતી !!
નુ જણાવી ભાજપા ના શીર્ષ નેતૃત્વ ને પણ આડે હાથ લીધો હતો અને જણાવ્યું હતું કે સી.આર. પાટીલ બુટલેગર હતા જેથી જ તેઓને પક્ષના પ્રમુખ બનાવ્યા છે , કે જેથી ગુજરાત મા સીટવાઇઝ બુટલેગરો પેદા કરે લોકો ને દબાણ માં લાવી લોકો ને ગુલામ બનાવી મતપેટીઓ મા મત મળે અને ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવે એવી રચના કરાયાનુ ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી ના પ્રમુખ છોટુભાઈ વસાવા એ નિવેદન કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here