તીલકવાળા નગરમાં પ્રથમ વખત રેલવેનું આગમન થતાં નગરજનોમાં અનેરી ખુશીનો માહોલ

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

હાલમાં ડભોઇ ચાણોદ થી કેવડીયાકોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ડભોઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલ સેવા ટૂંક સમયમાં ચાલુ થવાની છે જેને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા રાત દિવસ રેલવે ની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે તિલકવાડા તાલુકાના મોટા ભાગ ના વિસ્તારોમાં રેલવેનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે તિલકવાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં રેલવે બ્રિજ પણ બનાવવામાં આવ્યા છે.

તીલકવાળા નગર નજીક રેલવે સ્ટેશનનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે તિલકવાડા નજીક પાટા ની કામગીરી પૂર્ણ થતા આજરોજ રેલ્વે તંત્ર દ્વારા રેલવે ચલાવવા માં આવી હતી તિલકવાડાં નગર નજીક રેલવે આવી પહોંચતા નગરજનો કુતુહલવશ થઈ ટ્રેન જોવા માટે રેલવે સ્ટેશન નજીક દોડી આવ્યા હતા તિલકવાડા નગર માં પ્રથમવાર રેલવે નું આગમન થતાં તિલકવાડા તેમજ આસ.પાસ ના વિસ્તાર ના લોકો માં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here