રાજપીપળા પાસેના ગામકૂવા ગામે સ્મશાનમાં જવાનો રસ્તો બનાવવાની લોકમાંગ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગામનાજ કેટલાક લોકો રસ્તો બનાવવા સામે અડિંગો લાવતા તકરાર

તંત્ર ની ઉદાસીન નીતિ વર્ષો થી રસ્તો બનાવવા માટે અધિકારીઓ ને લેખિત રજુઆત છતાં કોઈજ નિકાલ નહી

કાચા રસ્તા પર વાડ બનાવી દેવામાં આવી છે તેને હટાવવા ગ્રામજનોએ કલેક્ટર, ટીડીઓ અને મામલતદાર ને આવેદન

નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના રાજપીપળા પાસે આવેલ ગામકૂવા ગામે સ્મશાન માં જવાનો પાકો RCC રસ્તો બનાવવા જે લોકો a જમીનો ના દબાણો કર્યા છે અને રસ્તો બનાવવા માટે અડચણ ઊભી કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ ગામકુવા ગામનાં જ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

ગામ માથી સ્મશાન તરફ જતા રસ્તા ને 50 મીટર સુધી તો આર સી સી નો બનાવવામા આવેલ છે પરંતું કાચા રસ્તા પર ગામનાજ લોકો એ વાડ ઉભી કરી દીધી છે,છ તે હટાવી લેવાથી રસ્તો પહોળો અને પાકો બની જાય જેનાથી ગામલોકોને સ્મશાન તરફ જ્વા માટે રાહત થઇ જાય પરંતુ આ રસ્તો બનાવવા માટે કેટલાક લોકો વિરોધ નોંધાવી કામગીરી નથી કરવા દેતા.

નાંદોદ તાલુકાના ગામકુવા ગામે ખત્રી ફળીયા વાળા લત્તામાં આર.સી.સી. રોડ બનાવવા વિરોધ કરતા લોકો સામે ગામમાં મહેન્દ્રભાઈ છોટુભાઈ વસાવા એ જિલ્લા કલકેટર ને લેખિત રજૂઆત કરી રસ્તો બનાવવા માટે ની માંગ કરી છે, લેખિત રજુઆત માં ઉલ્લેખ કર્યો છે કે ગામકૂવા ગામના ખત્રી ફળીયાવાળા લત્તામાં અગાઉ 50 મીટર જેટલો આર.સી.સી. રોડ બનાવેલ છે. અને તે રસ્તો ગામના સ્મશાન સુધી જતો હોય જેથી બાકી રહેતો આર.સી.સી રસ્તો બનાવવાનો હોય જેમાં ગામના કનુભાઈ દાદલાભાઈ વસાવા, મનુભાઈ મથુરભાઈ વસાવા, જશુભાઈ ફત્તેસીંગ વસાવા, અને રતીલાલ ચંદુભાઈ વસાવા આ લોકો ગામના રહીશો હોવા છતાં સ્મશાન સુધી રસ્તો બનાવવામાં વિરોધ કરે છે. કેમકે રસ્તાની જગ્યા છે જેની આજુબાજુ માં તેમણે વાડ કરી દીધી છે. અને આ વાડ હટાવતા નથી અને રસ્તો બનવા દેતા નથી તો આ રસ્તો બને તો આખા ગામના લોકોને ફાયદો થાય જેથી આધિકારીઓ ગામમાં આવે આ લોકોને સમજાવે અધિકારીઓ ઉભા રહીને જાતે રસ્તા ની કામગીરી કરાવે. આ માંગ સાથે મહેન્દ્ર વસાવા સહીત ગામના કેટલાક લોકોએ નર્મદા કલેક્ટર સહિત મામલતદાર અને ટીડીઓ ને લેખિત રજૂઆત કરી રસ્તાની માંગ કરી છે.

આ બાબતે અરજદાર બે ત્રણ વર્ષ થી અધિકારીઓ ને લેખીત રજુઆત કરી રહ્યા છે પરંતું આ મામલે વર્ષોથી રસ્તો બનાવવા માટે ની માંગ છતાં કોઈજ નિરાકરણ નહિ!!!!! આવતા તંત્ર ની ઉદાસીન નીતિ સામે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here