કાલોલ નગરના એક પ્રોફેસર પરિવારમાંથી ત્રણ પરિવારજનોએ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કાલોલનું ગૌરવ વધાર્યું…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ એમ.એમ.ગાંધી કોલેજમાં હાલ માનદ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રોફેસર નટુભાઈ પરમારના પરિવારમાંથી મોટો પુત્ર સુનિલ પરમાર પોતે ઓપીડી ડોક્ટર હોવાને કારણે જ્યારથી કાલોલ તાલુકામાં કોરોના વાયરસનો પસારો વધ્યો છે ત્યારથી પોતાની ઓપીડી પ્રેક્ટિસ સાથે તાલુકાના આરોગ્ય વિભાગની પેરા મેડીકલ ટીમ સંલગ્ન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં સર્વે મુજબ સેમ્પલ લેવાની કામગીરી માટે ફરજ બજાવે છે, તદ્ઉપરાંત ડોક્ટરની પત્ની નીતાબેન સુનિલ પરમાર પણ પોતે નર્સ હોવાથી તાજપુરા સ્થિત કોરોના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવે છે. જેમાં આઇસોલેશન વોર્ડમાં પીપીઈ કીટ પહેરીને જોખમી ફરજ બજાવી આ ડોક્ટર ફેમીલી તેમની તેમની બે વર્ષની પુત્રીને દાદા-દાદી પાસે છોડીને કોરોના સામેના જંગમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તદ્ઉપરાંત પ્રોફેસરનો નાનો પુત્ર મેહુલ પરમાર પણ પોતે ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાથી તેની ઓપીડી સાથે કોરોના વાયરસની મહામારીને રોકવા માટે તબીબી ગાઇડલાઇન મુજબ માર્ગદર્શન અને સેવા આપે છે. આમ કાલોલ શહેરના પ્રોફેસર પરિવારમાંથી ત્રણ પરિવારજનોએ કોરોના વોરિયર્સ તરીકે પોતાનું યોગદાન આપી પરિવાર અને શહેરનું ગૌરવ વધાર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here