તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ
મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ચિત્રા ખાડી ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હોવાની માહિતી મળેલ છે.
તિલકવાડા તાલુકાના રસુલપુરા ગામે રહેતા જેસંગભાઇ ભીખાભાઈ બારીયા નાઓ પોતાના કબજાની પેશન મોટરસાયકલ GJ 22 B 5240 નંબરની મોટરસાયકલ રોડ ઉપર રોંગ સાઈડ અને પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી જેસંગભાઈ મનાભાઈ ચૌહાણ ની મોટર સાઇકલ સપલેન્ડર GJ.17 AA 3408 નંબરની મોટરસાયકલ સાથે ચિત્રાખાડી ગામ નજીક અકસ્માત થતા અકસ્માતમાં જેસંગભાઇ મનાભાઈ ચૌહાણ અને જેસંગ ભાઈ ભીખાભાઈ બારીયા નાઓને ગંભીર ઇજાઓ થઇ હોવાની માહિતી મળેલ છે બંને ઇસમોને અકસ્માત થતા તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસ મથકે તા તિલકવાડા પોલીસ દ્વારા કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.