વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુંક સમયમાં જ શરૂ કરવાના એંધાણ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સ્ટેચ્યુ પાસેનુ સફારી પાર્ક 1 લી ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાસે

પ્રાયોગિક ધોરણે શરુ થતાં જંગલ સફારી પાર્કનુ બુકીંગ માત્ર ઓનલાઈન જ કરી સકાશે

સમગ્ર વિશ્વમા કોરોનાની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો હોય વિશ્વના તમામ પર્યટન સ્થળો બંધ કરી દેવામાં આવેલ હતા , વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત તેની આસપાસના તમામ પર્યટન સ્થળો પણ બંધ કરી દેવાયા હતા ત્યારે વૈશ્વિક પ્રસિધ્ધ તાજમહેલને પ્રવાસીઓ માટે તા 21 મીના રોજ થી ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.હવે સ્ટેચ્યું ઓફ યુનિટી પણ ખુલ્લુ મુકવાની દિશામાં ચક્રો ગતિમાન થયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના જંગલ સફારી પાર્કને સહુથી પ્રથમ પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે એ માટેની તારીખની પણ જાહેરાત થઇ ગઇ છે. તા 1 લી ઓક્ટોબરના રોજ જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાસે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અનેક પ્રોજેકટ સાકાર થયા છે જેમાં સહુથી મોટા વિસ્તારમા સફારી પાર્કનુ નિર્માણ કરવામાં આવેલ છે. 375 એકરમાં ફેલાયેલ જંગલ સફારી પાર્કમાં 62 જાતનાં દેશ વિદેશ ના કુલ 1000 પ્રાણી પક્ષીઓનો સમાવેશ થયો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર છે.

જંગલ સફારી પાર્ક 18 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કોરોના કાળમાં છ મહીનાથી પણ વધુ સમય માટે સફારી પાર્ક બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે કોરોના નીતિ નિયમો સાથે 1 લી ઓક્ટોબર, 2020થી પુનઃ શરૂ કરવામાં આવી રહયું છે .

ત્યારે 1 ઓકટોબરથી પ્રવાસીઓ માટે સફારી પાર્ક શરૂ થશે અને માત્ર ઓનલાઈન બુકીંગ કરાવનારને જ પ્રવેશ મળશે. એક કલાકમાં 50 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. અત્રે ઉલ્લખનીય છે કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન સૌથી આશાસ્પદ પ્રોજેકટ જંગલ સફારી પાર્ક છે. ચાલુ વર્ષમાં જ સેંન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દીલ્હીની મંજૂરી બાદ વિશ્વકક્ષાનો સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુબજ મોટું આકર્ષણનુ કેન્દ્ર બની ગયુ છે.
પરંતુ કોરોના કાળમાં સાવચેતી માટે સફારી પાર્ક માર્ચ મહીનાથી બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે લગભગ 6 મહિના બાદ 1 લી ઓકટોબરથી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવનાર છે જેમાં પ્રવાસીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને દરેક નું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓ માટે જોવાનો સમય સવારના 10થી સાંજના 5 સુધીનો રહેશે. હાલમા ઓનલાઇન ટિકિટ બુકિંગ કરીને આવતા પ્રવાસીઓ નેજ પ્રવેશ મળશે ત્યાર બાદ સ્થિતિ જોયા બાદ ઓફલાઈન પણ શરૂ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here