સાવધાન… જો સોશિયલ મીડિયામાં તમે એક ભૂલ કરી તો માથે હાથ મૂકી રડવાનો વારો આવશે…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

સોશિયલ મીડિયામાં વોટ્સએપ અને મેસેંજર જેવી એપ પર આવતા અજાણ્યા વ્યક્તિઓના વિડીયો કોલ થી સાવધાન

ભારત દેશ ડિજીટલ યુગમાં આગળ વધી રહ્યો છે. આ ડિજીટલ યુગનો જયાં એક યુવા વર્ગ સદઉપયોગ કરી રહ્યો છે તો કેટલાક ભેજાબાજો તેનો દુર ઉપયોગ કરી વહેલા પૈસા કમાવવાની લ્હાયમાં અનેક યુવાનોની જિંદગી સાથે રમત રમી રહ્યાં હોય તેવા કિસ્સાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે.
ખાસ કરી સોશિયલ મીડિયામાં વોટ્સએપ અને મેસેંજર જેવી એપ પર આવતા અજાણ્યા વ્યક્તિઓના વિડીયો કોલના ચલણમાં આજકાલ ખૂબ વધારો નોંધાયો છે, સામાન્ય રીતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો કોલ કરી લોકો એક બીજાના હાલ ચાલ અથવા કોઇ સુંદર જગ્યાએ તથા ધાર્મિક સ્થાને ગયા હોય તૌ પરિવારના અન્ય વ્યક્તિઓને તેનાથી માહિતગાર કરવા માટે લોકો વધુ ઉપયોગ કરતા હોય છે, પરંતુ હવે તમારા મોબાઇલ અને મેસેંજર સુધી આવતાં અજાણ્યા નંબર પરના વિડીયો કોલ લોકોની ઊંઘ હરામ કરવા જેવી સ્થિતિનું સર્જન કરી રહ્યાં છે.
કઈ રીતે ભેજાબાજ તત્વો લોકોને બ્લેકમેલ કરે છે ? ભેજાબાજ તત્વો પ્રથમ તો મીટા જેવી એપ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં સુંદર યુવતીઓના ફોટો અપલોડ કરી ફ્રેન્ડ રિકવેસ્ટ જે તેં વ્યક્તિને મોકલતા હોય છે, જે ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કાર્યના થોડા સમય બાદ જ તેઓને મેસેંજર પર મેસેજ આવવાના શરૂ થાત હોય છે, પ્રથમ તો સામે વાળી ભેજાબાજ વ્યક્તિ શરૂઆતમાં સામાન્ય વાત-ચિત કરતા હોય છે તેમજ યુઝર્સની અંગત માહિતિ પણ મેળવતા હોય છે તેમ તેઓ સામેના મેસેજમાં જે તે સ્થળનું નામ આપી જે તે વ્યવસાય અથવા અભિયાસ કરે છે તેમ જણાવી વિશ્વાસમાં લેતા હોય છે, બસ થોડા સમય સુધી ચાલશે વાતચીત બાદ સામે રહેલ ભેજાબાજ યુવતી વોટ્સએપ નંબર માંગતી હોય છે.
અતિ ઉત્સાહમાં આવેલ કેટલાય યુવાનો એ યુવતીને પોતાનો વોટ્સએપ નંબર શેર કરતા હોય છે અને બસ ત્યાર બાદ જ ભેજાબાજ ટોળકીનો અસલી ખેલ શરૂ થઈ જતો હોય છે, વોટ્સએપ નંબર પહોંચ્યા બાદ ત્યાં પણ થોડા સમય માટે સામાન્ય વાતચીત થાય છે અને પછી સામે બેસેલ યુવતી યુઝર્સને વિડીયો કોલ પર વાતચીત કરવાની ઓફર આપતી હોય છે. તેમજ આજે તે બહુ મૂળમાં છે તેં પ્રકારના અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરી યુઝર્સનાં માઇન્ડ ને ડાયવર્ટ કરતી હોય છે.
આ તરફ ઉત્સાહિત બનેલ કેટલાય યુવાનો સામે વાડી યુવતીની વાતોમાં આવી જઈ વિડીયો કોલ કરતા હોય છે જે બાદ સામે વાડી યુવતી તેના શરીર પરના એક બાદ એક તમામ કપડાં વિડીયો કોલમાં ઉતારી ન્યૂડ અવસ્થામાં દેખાય છે અને બાદમાં પોતાની જાલમાં ફસાયેલ યુવકને બાથરૂમમાં જવાની ઓફર કરી તેને પણ સામે ન્યુટ કરતી હોય છે, જે બાદ યુવાનો પણ ન્યુટ થઈ જતા હોય છે અને પોતાના પ્રાઇવેટ પાર્ટ યુવતીને બતાડી દેતા હોય છે.
થોડીવાર બાદ અચાનક વિડીયો કોલ બંધ થઈ જતો હોય છે અને બાદમાં જે તે વોટ્સએપ નંબર યુવાને શેર કર્યો હતો તેના ઉપર તેનાં ન્યુટ દ્રશ્યો ભેજાબાજ ટોળકીનો સદસ્ય મોકલતો હોય છે, પોતાના ન્યુટ વિડીયોની કલીપ જોઈ કેટલાંક યુવાનો સમાજમાં બદનામી થશે તેવો ડર અનુભવતા થઈ જતા હોય છે તે બાદ સામે વાળો ગઠીયો યુવાનને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપતો હોય છે તેમજ તેના સોશિયલ મીડિયા આઈ ડીના તમામ ફ્રેન્ડ અને સાગા સંબંધીઓને પણ વિડીયો શેર કરવાની ધમકીઓ આપતો હોય છે, આ બધું જોઈ હેબતાઈ જતા યુવાનો ગઠિયાઓની વાત આખરે માની લેતા હોય છે તો સામે વાળો ગઠિયો પણ યુવાનો પાસેથી બ્લેક મેલ કરી સ્ટેપ બાય સ્ટેપ હજારો રૂપિયા પડાવી લેતો હોય છે.
ગુજરાત રાજ્ય સહીત વડોદરા જીલ્લામાં પણ આ પ્રકારની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે જે બાદ સાયબર ક્રાઇમ વિભાગ પણ લોકોને આ પ્રકારના અજાણ્યા વિડીયો કોલ ન ઉચકવા તેમજ તેઓની વાતોમાં આવી નાણાં ન આપવા અંગેની અપીલો અવારનવાર કરતું આવ્યુ છે, જોકે હજુ પણ આ પ્રકારના વિડીયો કોલ બંધ થવાનું નામ ન લેતા હોય તેવી સ્થિતિનું સર્જન સોશિયલ મીડિયા યુઝર્સમાંથી સામે આવી રહ્યુ છે. લોકોને અપીલ છે કે આવા કોલ ન ઊંચકી જેતે નંબરને વોટ્સએપ અથવા ફેસબૂક મિટાના મેસેંજરમાં જઈ રિપોર્ટ ઓપ્શન ક્લિક કરવાથી તે આઈ ડી ઓટોમેટિક બંધ થઈ જતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here