તિલકવાડાં પો.સ્ટેશન વિસ્તારમાં રોડ સેફટીના નામે હાઇવે ઉપર વાહન ચાલકોને રોકી ખોટી રીતે પૈસા ઉઘરાવતી હરિયાણાની ઠગ ટોળકી ઝડપાઇ

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા ગુનાઓ આચરતા હોવા તેમજ બહારના રાજ્યની ટોળકી ગુનાઓ આચરતા હોવા બાબતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફ જીલ્લામાં નાઇટ રાઉન્ડમાં નીકળેલ હતા દરમ્યાન તિલકવાડા પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં ફરતા બુજેઠા ચેક પોસ્ટ પાસે કેટલાંક ઇસમો હાઇ-વે ઉપર વાહનો રોકી રૂપિયા ઉધરાવતા હોવાનું ધ્યાને આવતા તે તમામની પુછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શકેલ નહી અને તેમના ઉપર શક જતા તેમની પાસે કોઇ અધિકૃત સંસ્થાના આઇ કાર્ડની માંગણી કરતા નહીં હોવાનું જણાવેલ તેમજ તેમના નામ-સરનામાની પુછપરછ કરતા તેઓએ (૧) સુભાષ વીરસિંગ ગોડ રહે, ગાજીયાબાદ ઉત્તરપ્રદેશ (ર) ગુરદિપસિંહ રામકુમાર (3) નરેન્દ્ર પુર્ણસિંહ બલોદા (૪) પવનકુમાર દિલબાગસિંહ જાફ (૫) અમીતકુમાર રામનિવાસ જાદ (૬) રમેશકુમાર રામલુભાયા પાંચે આરોપી રહે રોહતક, હરીયાણાના હોવાનું જણાવેલ તેઓની અંગઝડતી કરતા મોબાઇલ નંગ-૬ કિ.રૂ. ૮,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૭૯૪૦/- તથા જરૂરી દસ્તાવેજો મળી આવતા આ તમામ ગેરકાયદેસર રીતે રૂપિયા ઉધરાવી હાઇ-વે ઉપર જતા વાહન ચાલકોને હેરાન કરવાની પ્રવૃતિ ધ્યાને આવતા આ તમામ આરોપીઓ વિરૂધ્ધ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આ તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here