પંચમહાલ જિલ્લામાં ૨૯ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી વિવિધ વાદન સ્પર્ધાઓ યોજાશે

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

વાંસળી,તબલા,હાર્મોનિયમ(હળવું) વર્ગની વિવિધ સ્પર્ધાઓ યોજાશે

રાજ્યકક્ષાની સ્પર્ધા ૨૨ જાન્યુઆરીએ યોજાશે

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા પંચમહાલ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા સંયુક્ત રીતે “વાદન (વાંસળી, તબલા, હાર્મોનિયમ(હળવું)સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૬થી ૧૪ વર્ષ સુધીના, ૧૫થી ૨૦ વર્ષ સુધીના, ૨૧થી ૫૯ વર્ષ સુધીના અને ૬૦થી ઉપરના ઓપન વય જુથમાં ભાગ લઇ શકશે. આ સ્પર્ધાની વિડીયો ક્લીપ તૈયાર કરી તા.૧૫/૦૧/૨૦૨૧ના બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન ભાગ-૨, રૂમ નં.૩૫, પ્રથમ માળ, ગોધરા ખાતે મોકલવાની રહેશે.જિલ્લાકક્ષાની સ્પર્ધામા પ્રથમ વિજેતાને રૂ.૧૦૦૦/- દ્વીતિય વિજેતાને રૂ.૭૫૦/- તેમજ તૃતિય ઇનામ વિજેતાને રૂ.૫૦૦/- ઇનામ આપવામાં આવશે. સ્પર્ધાના નિયમોની વધુ માહિતી માટે શ્રી આર.એલ. પારગી (પ્રાંત યુવા વિકાસ અધિકારી) મો.૬૩૫૩૯૩૫૬૫૭નો સમ્પર્ક કરવાનો રહેશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/ દ્ધિતીય વિજેતાને રૂ. ૧૫,૦૦૦/ તૃતિય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૫,૦૦૦/ (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટ્યુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/ UCzsiROvtHpN4eK ensUaz-g પરથી મળી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here