જાંબુઘોડાના ભિલડુંગરા વળાંક પાસે ટ્રક તથા ફોરવહીલર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત

જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી :-

રાત્રીના ૧૧ વાગે થયેલ ગમખ્વાર અકસ્માત માં પાંચ જેટલા લોકો ને નાની મોટી ઈજાઓ થતા તાત્કાલીક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા

જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા ના ભિલડુંગરા વળાંક પાસે ટ્રક તથા ફોરવીલર ગાડીને અકસ્માત થતા બોડેલીના પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા બોડેલી દવાખાનામાં દાખલ કરવામાં આવેલ હતા. જેમાથી બે વ્યક્તિઓને વધું ઈજાઓ થતા વડોદરા એસ.એસ. જી. દવાખાનામાં ખસેડવામાં આવેલ હતા. જાણવા મળતી માહિતી મુજબ ટ્રક નંબર Rj 09 G.B 8899 નંબરની ટ્રક કૂક્ષી પાવડર ભરીને એમ.પી જઈ રહી હતી. જ્યારે સામેથી આવતી i20 ગાડી વડોદરા થી બોડેલી આવી રહી હતી તે સમયે જાંબુઘોડા ના ભીલ ડુંગરા વળાંક ઉપર ગાડીના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકની આગળના વીલ તેમજ એક્સલ પણ નીકળી જવા પામી હતી. જ્યારે ફોરવીલર ગાડી સેન્ડવીચ થઈ જવા પામી હતી. આ અકસ્માતની જાણ જાંબુઘોડા પોલીસને થતા તાત્કાલિક પી.એસ.આઇ. ઝાલા તેમજ તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ટ્રાફિકજામ થઈ જતા ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. અને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ઈજા પામેલ વ્યક્તિઓને બોડેલી દવાખાને દાખલ કરવામાં આવેલ હતા‌ આ અકસ્માત થતા ટ્રક ડ્રાઇવર કૂક્ષી ગામનો (Mp ) નો કિશોરભાઈ પોલીસ સ્ટેશનને હાજર થઈ ગયો હતો. જ્યારે ફોરવીલ ગાડીમાં ઘવાયેલ શ્રી હાર્દિક નવીનભાઈ જુની બોડેલી અર્જુનભાઈ રાઠવા, પ્રતીક દિનેશભાઈ રાઠવા, જેવો ને બોડેલી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યારે વડોદરા ખાતે દાખલ થયેલ ઇજાગ્રસ્ત શ્રી જયેશભાઈ રાઠવા, આર્યન મુકુંદભાઈ રાઠવા જેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here