કાલોલ સર્કલ મામલતદારે ગેરકાયદેસર રેતી ભરી જતું એક ટ્રેક્ટર ઝડપી કાયદેસર કાર્યવાહી કરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ના સર્કલ મામલતદાર રાકેશ સુથારીયા ખનીજ ચોરી કરતા તત્વો ને અંકુશમાં રાખવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા આકસ્મીક ચેકીંગ મા હતા ત્યારે કાતોલ બોરું રોડ ઉપર થી રેતી ભરેલ એક ટ્રેકટર ને રોકી ચાલક પાસે રેતી ની પરમીટ માંગતા કોઇ પણ પ્રકારની પરવાનગી જોવા મળેલ નહોતી જેથી ટ્રેક્ટર મામલતદાર કચેરીમાં મુકાવી ૨ ટન સાદી રેતી કિંમત રૂ ૧૦,૦૦૦/ સહિત ટ્રેક્ટર સીઝ કરી ટ્રેક્ટર માલીક પ્રવીણ પંછીભાઈ વંઝારા સામે માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ મુજબ કાર્યવાહી કરવા જીલ્લા ખનીજ વિભાગ ને યાદી કરતા ખનીજ ચોરો મા ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here