તારા પુર ખાતે ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા રાહત પેકેજ આપવા રજુઆત

આણંદ,
આરૂફ દીવાન(મોરબી)

તારાપુર ખાતે તાજેતરમાં જ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મંહમદ રફિક જે દિવાન કિસ્મત કન્વીનર, પ્રમુખ ઈમ્તીયાઝ અલી સૈયદ,મંહામત્રી આણંદ જિલ્લા ઈદરીશ ભાઈ દવાવાલા,હનિફ પટેલ,યાસીન વકીલ દ્વારા રજુઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું સવિનય અરજુ કે , તમામ કલેક્ટરશ્રીઓને ઉદ્દેશીને લખાયેલ આપ સાહેબના તા .૧૮ / ૦૯ / ર ૦ ર ૦ ના પત્રથી મંદિરના પુજારીઓ તેમજ પુજા પાઠ અને કર્મકાંડ કરતાં બામણોને કોવીડ -૧૯ ના કારણેજ થયેલ નુકશાની પેઠે રાહત પેકેજ આપવા બાબતે આપ શ્રીએ પત્રક -૧ ( મંદિરોના પુજારીઓની વિગત ) અને પત્રક -૨ ( કર્મકાંડી બ્રાહમણોના કુટુંબોની સંખ્યાઓ ની વિગત મંગાવેલ છે . કોવીડ -૧૯ ના કારણે દરગાહના મુંજાવરો તથા મજીદના પેશ ઈમામો / મૌલાનાઓને પણ આર્થિક સ્થિત બહુજ ખરાબ છે . એવા સંજોગોમાં મંદિરના પુજારીઓ તેમજ પુજા પાઠ અને કર્મકાંડ કરતા બાહમણોની જેમ જ દરગાહના મુંજાવરો અને મજીદના પેશ ઈમામો / મૌલાનાઓ તથા અન્ય ઘર્મના ઘાર્મિક સ્થળ પર સેવા આપતા અને તેની ઉપર નિર્ભર હોય તેવા વ્યકિતઓને કાયદાની જોગવાઈ મુજબ સરકારશ્રીના રાહત પેકેજનો લાભ મળે એ જરૂરી છે . તેથી આપ સાહેબે પત્રક -૧ અને પત્રક – ર થી જૈ માહિતી મંગાવેલ છે . એમાં મજીદના પેશ ઈમામ / મૌલાના તથા દરગાહના મુંજાવરો તથા અન્ય ધર્મના ધાર્મિક સ્થળ પર સેવા આપતા કુટુંબની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવે અને તેઓને પણ રાહત પેકેજનો લાભ આપવામાં આવે એવો સુધારો કરવા આપ સાહેબને નવિનંતી છે . ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકા તરફ થી મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના રજુઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું મંહમદ રફિક હાજી જહુર દિવાન કિસ્મત સામાજિક કાર્યકર, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ કન્વિનર તારાપુર તાલુકા સહિત ના તસ્વીરમાં આવેદનપત્ર આપતા નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here