પાલિકા પંચાયતની ચૂંટણીમાં નોટ બંધી કોરોના વાયરસ ભાજપને નુકસાની આપવાના સંકેતો

મોરબી,
આરીફ દીવાન

“મોંઘવારી-મંદી બેરોજગારી ના કારણે સરકાર પલટો મારે તો નવાઈ નહીં!”

મોરબી ઉદ્યોગ નગરી મા છેલ્લા લાંબા સમયથી વેપાર ધંધા રોજગારમાં મંદીનો માહોલ હાલ હોવાનું વેપારીઓ ઉદ્યોગપતિ અને સામાન્ય મજૂર વર્ગના લોકો મહેસૂસ કરી રહ્યા છે ત્યારે આવનાર પંચાયત પાલિકા મહાનગરપાલિકા જીલ્લા પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો માર પડવાના સંકેતો રાજકીય ક્ષેત્રે ચર્ચાના ચકડોળે ચડયો છે જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મોરબી શહેર જિલ્લામાં નવું પરિવર્તન લાવે તો નવાઈ નહીં હાલ ભાજપનો ગઢ ગણાતો મોરબી શહેર જિલ્લો મોંઘવારી નોટ બંધી અને કોરોનાવાયરસ લોક ડાઉન અંતર્ગત સામાન્ય મજુર વર્ગ થી લઈ મોટા ઉદ્યોગપતિ ના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યાનું મોરબી શહેર જિલ્લામાં અખબારોના સમાચાર બની રહ્યું છે ત્યારે આવનાર પંચાયત પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાના સંકેતો હોવાની ચર્ચા છે ત્યારે પેટા ચૂંટણીમાં પણ પક્ષપલટો કરનાર રાજકીય નેતાને હાર સહન કરવી પડે તો નવાઈ નહીં મોરબી શહેર જિલ્લામાં મોટાભાગે માજી ધારાસભ્ય કાંતિ અમૃતિયા લાંબો સમય સત્તા પર રહી લોકચાહના પ્રાપ્ત કરી હતી તે લોકચાહના એકાએક પાટીદાર ફેક્ટર ના કારણે કદાચ હળવી કરી હોય તેમ કોંગ્રેસને એક બેઠક મળી હતી જેમાં પક્ષ પલટો થતાં મતદાર પ્રજાને તકવાદી નેતાઓ પર વિશ્વાસ હાલ ઉઠી ગયો હોય તેમ રાજકીય ક્ષેત્રે ચર્ચાના ચકડોળે ચડયું છે તેવા સમયે કોંગ્રેસમાં પણ ચૂંટણી કાર્ડ દર્શન દેતા નેતાઓ ઉમેદવાર બનતા હોય ત્યારે આમ આદમી પાર્ટી માટે મોરબી શહેર જિલ્લામાં અચ્છે દિન’ની આશાઓ રાજકીય ક્ષેત્રે દેખાય છે ભારતીય જનતા પાર્ટીની નારાજગી મતદાર પ્રજામાં કદાચ પાલિકા પંચાયતની ચૂંટણી થી જ તેની શરૂઆત કદાચ થાય તો નવાઇ નહીં કારણ કે હાલ મોરબી શહેરમાં ભાજપ અને કોંગ્રેસ શાસન નગરપાલિકા ના રાજ માં સમસ્યાનો સિલસિલો યથાવત્ રહ્યો હોય તેમ રખડતા ઢોર ઉભરાતી ગટર ગંદગી કચરા સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાનો પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે જે છાશવારે અખબારોના સમાચાર બને છે છતાં જિલ્લા કક્ષાના અધિકારીઓ કે તકવાદી રાજકારણીઓને પ્રજાહિત કાર્ય કરવામાં સતત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા જ વ્યસ્ત હોય તેમ આજની તારીખે રખડતા ઢોર થી અને ગંદકીથી લોકો તોબા તોબા પોકારી ઉઠયા છે જેના પરિણામે વિકાસ લક્ષી સરકારને મોરબી શહેર જિલ્લાના ગઢમાં ગાબડાં પડવા ના સંકેતો ચર્ચાના ચકડોળે રાજકીય ક્ષેત્રે ચડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here