ઢાકલીયા રોડ ઉપર મસ્જીદ નજીકથી મહીન્દ્રા બોલેરોમાં ગેરકાયદેસર રીતે ભરેલ ખેરનાં લાકડાના ટુકડા પકડી પાડતી શહેરા પોલીસ

શહેરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ, ઇમરાન પઠાણ :-

પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને તેમના અંગત ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે શહેરા ઢાકલીયા રોડ ઉપર મસ્જીદની નજીક એક સફેદ કલરની પીક – અપ ગાડી નં . GJ.20.X.1537 ના ડાલાના ભાગે પીળા કલરની તાડપત્રી ઢાંકી કંઇક ભરેલું સંતાડી મુકેલ હોવાની મળેલ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તેમજ અન્ય પોલીસ માણસોને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી કાયદેસર કરવા સુચના કરેલ . જે અન્વયે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં શહેરા – ઢાકલીયા રોડ ઉપર મસ્જીદ નજીક એક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો મેકસી ટ્રક પ્લસ ( પીક – અપ ) ગાડી રજી.નં. GJ.20.X.1537 ના પાછળના ડાલાના ભાગે પીળા કલરની તાડપત્રી ઢાકેલ શંકાસ્પદ હાલતમાં મુકેલી જણાતા સદર વાહનમાં ઢાંકેલ તાડપત્રી ખોલી જોતાં તેમાં ખેરના લાકડાના ટુકડા નંગ -૨૦ આશરે કિં.રૂ .૭૫,૦૦૦ / – નો મુદ્દામાલ ભરેલ મળી આવેલ હોય સદર વાહનની આજુબાજુ તપાસ કરતાં કોઇ માણસો હાજર નહી મળી આવતાં સદર પીક – અપ ગાડીમાં ગેરકાયદેસર રીતે ખેરનાં લાકડા ભરેલાં મળી આવેલ હોય સદર વાહનને શહેરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ શહેરા ( નોર્મલ ) રેન્જ ફોરેસ્ટ ઓફીસે સોંપવા તજવીજ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here