નસવાડી : પાનવડ પોલીસની પ્રસંશિય કામગીરીને સલામ… 500 જેટલા લોકોને માસ્ક પહેરાવ્યા ફરી કોરોનાએ માથું ઉચકતા પોલીસ સતર્ક બની

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ફરી કોરોનાએ માથું ઉચકતા પોલીસ સતર્ક બની

પાનવડ પોલીસ્ટેશનના પી.એસ.આઇ સી.એમ ગામીતે લોકોને માસ્ક પહેરાવ્યા. પોલીસે લોકો ને માસ્ક પહેરીને બહાર નીકળવા હાકલ કરી

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસે લોકોની વહારે આવી ફરી એક્વાર ગુજરાત ભરમાં ફરી કોરોના અને ઓમીક્રોન નામના વાયરસ એ માથું ઉચક્યું છે તેને જોતા છોટાઉદેપુર જિલ્લામાં પણ તકેદારી ના ભાગ રૂપે પોલીસ અને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અને જિલ્લામાં ફરજિયાત માસ્ક પહેરીને બહાર નીકળવા પોલીસ વિભાગે પણ લોકો ને સુચનો કર્યા છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટ નુ પાલન કરવા આદેશ કરાયો હતો. આ નિયમો નું પાલન અવશ્ય કરો કેમ કે જાન હે તો જહાંન હે લોકો ને પોલીસે જાગૃત કર્યા હતા. અને પાનવડ પોલીસે ૧૦૦૦ ના માસ્ક ના દંડ ફટકારવા ના બદલે બાઈક ચાલક અને લારી ગલ્લાવાળાઓ ને જુદી જુદી જગ્યાએ જઇને ૫૦૦ જેટલાં માસ્ક પહેરાવીને જાગૃતિ લાવવામાં આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here