પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં કાલોલના પ્રાથમિક શિક્ષક વિજેતા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની યોજાયેલ ચૂંટણી ખુબજ રસાકસી ભરી બની. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી અગાઉ રાજ્ય પ્રતિનિધિ તરીકે શ્રી પ્રભાતસિંહ ખાંટ ની એક જ દરખાસ્ત રજૂ થતા તે બેઠક અગાઉથી બિનહરીફ થઇ હતી.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીપંચના સભ્ય ગૌરાંગ જોશી એ જણાવ્યું હતુ કે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ૪ બેઠકો પૈકી પ્રમુખ,મહા મંત્રી, માટે જિલ્લાના શિક્ષક પ્રતિનિધિ એવા ૮૬ મતદારો પૈકી શુક્રવારે અંબાલી શાળા, ગોધરા ખાતે ૮૬ તમામ મતદારો એ મતદાન કર્યુ હતું. ૧૦૦ % જિલ્લા પ્રતિનિધિએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતું. પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ પદ માટે ૨ જયારે મહામંત્રી પદ માટે ૨ ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાયેલ.જેમા પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ચૂંટણી 2020 માં પ્રમુખ તરીકે પંડ્યા દિનેશચંદ્ર જગન્નાથ ૪૫ મત અને મહામંત્રી તરીકે કાલોલ તાલુકાના પાણીયા પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા પટેલ કિરીટકુમાર વીરાભાઈ ૪૬ મત મેળવતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
કિરીટભાઈ પટેલ સવા બે લાખ શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા હતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સંલગ્ન રાજ્યના અન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં સૌથી નાની વયે મહામંત્રી પદે વિજય મેળવતા કાલોલ તાલુકા જીલ્લા અને રાજ્યના શિક્ષકોમાં ઉત્સાહનો માહોલ ફરી વળ્યો હતો.પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ 2020 ની ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયપૂર્વક રીતે વર્તમાનમાં કોરોના મહામારીની ગાઈડલાઈન તેમજ સોશ્યલ ડીસ્ટન્સના નિયમો સંપૂર્ણપણે પાલન કરી સંપન્ન કરવા બદલ ચૂંટણીપંચના બાહોશ સભ્યો સોમાભાઇ, ગૌરાંગભાઈ, શ્રી રમેશભાઈ, એહમદભાઈ, ભીમસિંહ ભાઈ,શ્રી ગોપાલભાઈ નો જિલ્લાના સમગ્ર શિક્ષક મિત્રો વતી પ્રભાતસિંહ ખાંટ અને ભાવિકભાઈ પટેલએ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here