ડીસા : મંદિરમાં ચોરી કરનાર શખ્સને ઉત્તર પોલીસે ઝડપી પાડ્યો…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પોલીસે તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ગુનાનો પણ ભેદ ઉકેલયો

બનાસકાંઠાના જીલ્લા પોલીસ વડા ની સૂચનાથી ઉત્તર પોલીસ દ્વારા મંદિર ચોરી ના આરોપીઓ ને શોધવાની ખાસ ઝુંબેશ હાથ ધરતા બાતમી ના આધારે ઉત્તર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે આ શખ્સે ચોરી ના બે ગુના ની કબૂલાત કરી છે.

ડીસા શહેર માં તાજેતરમાં મંદિર માં ચોરી થઈ હતી જેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતીનત્યારે ગઈકાલે ઉત્તર પોલીસ મથક ના પી એસ આઈ આઇ.એસ. ગઢવી અને અશોકસિંહ હરજીભાઇ વનરાજજી વિક્રમસિંહ તથા રણજીતસિંહ સહિત ની ટિમ પેટ્રોલીંગમા હતી તે દરમિયાન અશોકસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે મંદીર ચોરીમા ગયેલ મુદ્દામાલ આરોપી બજારમા વેચવા આવનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી આરોપી બકાજી વદનજી ઠાકોર રહે નહેરુનગર ટેકરા વસાહત ડીસા મુળ રહે.મુડેઠા વાળા ને ચોરી માં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની વધુ પૂછપરછ કરતા આ શખ્સે તાલુક પોલોસ અને ઉત્તર પોલીસ મથકે નોંધાયેલ બે મંદિર ચોરી ના ગુના ની કબૂલાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here