ડીસા પંથકમાં ખટ-મીઠા ફાલસાની ભારે માંગ…

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ફાલસાની સફળ ખેતી ઉનાળુ ફળ આયુર્વેદ ઉપચારમાં પણ ઉપયોગી

ઉનાળામાં બજારમાં દેખાતુ અને મનને લલચાવતુ રતુમડા દેખાવનું બોર જેવડા કદવાળુ ફળ ફાલસા સહુ કોઈનું પ્રિય ફળ છે આ ફળ ખાસ કરીને ઉનાળામાં એપ્રિલ માસમાં બજારમાં વેચાવવા આવે છે. વર્ષમાં એક જ વાર દેખાતા આ ફળના અનેકો ઉપયોગ આયુર્વેદ ઉપચારમાં જણાવાયા છે. આયુર્વેદમાં ફાલસાને ઉત્તમ પૌષ્ટિક કહ્યા છે ગ્રીષ્મ ઋતુનું તે પરમ હિતકારી ફળ છે. ઠંડક આપનાર અને તદ્દન નિર્દોષ હોવાથી તેનુ સેવન આબાલવૃદ્ધ સૌ કોઈ કરી શકે છે. ડીસામાં ફાલસાની આ સાલ ૨૦ એપ્રિલ બાદ આવક શરૂ થયેલ છે. પૌષ્ટિક ફળોનું સેવન આપણા સ્વાસ્થ્યના નિર્માણ માટે ધણું મહત્વનું છે શહેરીકરણને કારણે અનેક દેશી ફળોની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે ફાલસા પણ એવું જ ફળ છે જે બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. શહેરમાં ધણા એવા લોકો હશે જે કદાચ આ ફળનું નામ પણ નહીં સાંભળ્યું હોય ફાલસા મધ્યમ આકારનું ફળ છે જે શ્યામ રંગનું હોય છે. ફાલસામા અનેક મિનરલ્સ અને પ્રમુખ રસાયણો સમાયેલા છે તેનું સરબત પીવાથી પાચન શક્તિમાં વૃદ્ધિ થાય છ. ફાલસાનુ વાનસ્પતિક નામ છે. ગ્રેવિયા એશિયાટીકા તે સ્વાદમાં ખાટાં મીઠા હોય છે બનાસકાંઠાના ડીસા શહેરમાં પ્રગતિશીલ ખેડૂત હરીશભાઈ સૈની છેલ્લા ૧૨ વર્ષથી વધુ સમયથી પોતાના ખેતરમાં ફાલસાના ૩૦૦૦ થી વધુ વૃક્ષો વાવી ફાલસાના ફળનો પાક મેળવી સારી કમાણી કરી રહ્યા છે. ડીસાથી માત્ર ૮ કિલોમીટર દૂર આવેલ પોતાના રસાણા હાઈવે પરના ફામૅમા હરીશભાઈ સૈનીએ ફાલસાના ૩૦૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષ માત્ર ૩ વર્ષમાં જ ફળ આપતું થઈ જાય છે. અને ઉનાળામાં તેની ડાળીએ ડાળીએ રતુમડા કલરના બોર આકારના ફાલસાના ફળ આવે છે. એક વિકસિત ફાલસાનુ વૃક્ષ ઉનાળાની સિઝનમાં પાંચ થી છ કિલો ફાલસા આપે છે વૃક્ષ ઉપર ડાળીએ ડાળીએ ફાલસા લચકી પડે છે જેને મજુરો સિફતપૂર્વક વીણી છાબડીઓ ભરે છે. જેના ૫૦૦ ગ્રામ કે ૧ કિલોના બોકસ બનાવી વેચાણ કરાય છે. ફાલસા ગુજરાતીઓનું પ્રિય ફળ છે તેથી તેની અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, પૂના અને મુંબઈમાં નિકાસ કરાય છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ડીસાના ફાલસા મંગાવતા હોય છે જેથી ફાલસાની માંગ વધું રહેતાં તેમની મબલખ કમાણી પણ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here