ડીસા નગર પાલિકા તંત્રને કુંભકરણની નિંદ્રામાંથી જગાડવા સોશિયલ મીડિયામાં એલાર્મ વાગ્યા…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

હાલ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, આવા સમયે સામાન્ય નાગરિકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે… જેનું એક જીવંત ઉદાહરણ ડીસા નગર પાલિકા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. વિકાસ શબ્દના ભાર તળે દબાયેલી ડીસા નગર પાલિકા કચેરી કોનો વિકાસ કરી રહી છે એ સમસ્ત નગરમાં ચર્ચાનો વિષય બની ગયો છે…

ડીસા નગરના વિકાસ સાથે ડીસા નગર પાલિકાની જવાબદારી વધતી જાય છે. પાલિકામાં લોકો રજુવાત કરે તો સત્વરે કામગીરી થાય તે જરૂરી છે. ગત તારીખ 21/09/2022 ના રોજ દિપક હોટલ નજીક અંકિત સોસાયટી આગળ એક ભુવો હોવાથી નાનો બાળક ભુવો ટાળવા જતા ટેન્કરનો ભોગ બન્યો જે ખૂબ જ દુઃખદ ઘટના સમાન કહેવાય…
સ્થાનિક સોસાયટીમાં રહેતા રહીસોના કહેવા મુજબ છેલ્લા બે મહિનાથી એ ભુવાની પાલિકામાં વારંવાર રજુઆત કરેલ હતી. નગર માં અલગ અલગ જગ્યાએ પડતા ભુવા બાબતે પાલિકા માં જાગૃત નાગરિકોએ વારંવાર મૌખિક ,લેખિત અને સોશિઅલ મીડિયા ના માધ્યમ થી પાલિકા તંત્ર ને જાણ કરી હોવાની ચર્ચાઓ છે તેમછતાં. પાલિકામાં જાણે કોઈ જ જવાબદાર ન હોય તે રીતે આવી ઘણી અગત્ય ની કામગીરી ધ્યાને લેવામાં આવતી નથી. પાલિકા માં જવાબદાર અધિકારીઓ પણ પૂરતા હાજર રહેતા ન હોવાની બૂમ ઉઠવા પામી છે. હજુ પણ નગર માં ક્યાંય અકસ્માત થાય તેવી ખુલ્લી ગટર , ભુવા-ખાડા, તૂટેલા રોડ, ભુગર્ભ ગટર ના તૂટેલા તેમજ લેવલ વગરના ઢાંકણા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના નગરમાંથી પસાર થતા રોડ ની સમીક્ષા કરી લોકોની સુખાકારી માટે યોગ્ય કામગીરી કરવાની લોકમાંગ ઉઠી રહી છે.

ડીસા નગરના જાગૃત નાગરિકોએ પાલિકા તંત્રના જવાબદાર અધિકારી પદાધિકારીઓના આંખ આડા કાન કરવાની નીતિથી ત્રાહિમામ પોકારી સોશિયલ મીડિયામાં પોતાની સમસ્યાઓ વહેતી કરી છે.. અને એક પછી એક રાજુઆતોના મેસેજ કરી જવાબદાર તંત્ર વિરુધ્ધ એલાર્મ વગાડી દીધો… હવે જોવું રહ્યું કે કુંભકરણની નિંદ્રામાં બિરાજમાન નગર પાલિકા તંત્ર લોકોને પડતી જાનલેવા તકલીફો તેમજ પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ ક્યારે અને કેટલા સમયમાં લાવે છે…!!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here