ડભોઈ વડોદરી ભાગોળ નજીક મારૂતીવાન માં આગ ભભુકી ઉઠી …ગાડી માં બેસેલ લોકોનો આબાદ બચાવ..

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ વડોદરી ભાગોળ પાસે એકાએક મારુતિ વાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગાડી આગમાં સળગી ઉઠી હતી
જ્યારે નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આગ ને કાબુમાં લીધી હતી આગને કારણે ગાડી ભસ્મીભૂત

હાલ ચાલતી ગરમીની ઋતુ માં ડભોઇ વડોદરી ભાગોળ પાસે જાહેરમાં વાન ગાડીમાં શોર્ટ સર્કિટ ના કારણે એકા એક આગ લાગી હતી આગને કારણે લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી બેઠેલા 2 મુસાફરોનો આબાદ બચાવ કરી બહાર કાઢવામાં આવ્યા હતા તાત્કાલિક ડભોઇ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા પહોંચી જઈ આગ ને કાબૂ મેળવ્યો હતો આગ લાગવાથી ગાડીને મોટું નુકસાન થવા પામ્યું હતું કોઈ જાનહાની થવા પામી નથી જ્યારે મળતી માહતી મુજબ આ કાર ડભોઇ નગરપાલિકા નાણાંપંચના ચેરમેન બીરેન શાહ ના ડ્રાઈવરની હતી બીરેનભાઈ શાહ ના સામાન લઈ ઘરે જઈ રહ્યો હતો તે અરસામાં બની સમગ્ર ઘટના આગ લાગતા કારમાં સવાર ભરતભાઇ વણકર અને અન્ય ઈસમનો આબાદ બચાવ જ્યારે કાર સંપૂર્ણ બડી જતા આશરે 3 લાખ નું નુકશાન નું અનુમાન સેવાઈ રહ્યું છે ડભોઇ ફાયર ટીમ દ્વારા સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here