ડભોઈ તાલુકાનું ઐતિહાસિક તેન તળાવ વર્ષો થી ખાલીખમ!!

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના તેનતલાવ ની ઐતિહાસિક ધરોહર અને હીરા સલાટ અને દર્ભાવતીના રાજા વિશળદેવ ના દરબારની તેન નામની દાસી ના પ્રેમના પ્રતીક સમા તેનતળાવ ને બાર વર્ષના વહાણા વહી ગયા છતાં પણ તેમાં પાણી ન ટકતા આ તળાવ હાલ પણ સૂકું ફટ્ટ થઈ ગયેલું જોવા મળે છે. તેને લઈ ગ્રામજનોને પણ ભારે હાલાકી પડે છે.
ઉનાળાના આંકરા દિવસોમાં તો નદી નાળા તળાવ સુકાઈ જવા તો વળી કુવા અને બોરના પાણીના તળ નીચે ઉતરી જવા એ સામાન્ય બાબત છે પરંતુ ફરીથી ચોમાસાના દિવસો શરૂ થઈ છે નદી નાણા તળાવ ભરાઈ જવા કે બોર કુવાના થડ ઊંચા આવવા એ પણ એટલું જ સામાન્ય છે પરંતુ અહીં ડભોઈ તાલુકાના તેનતલાવ ગામની વાત કરવા જઈએ તો તેન તલાવ ની ભાગોળમાં આવેલું તેનતળાવ તેની આગવી ઐતિહાસિક પ્રતિભાને લઈ ભારત ભરમાં પ્રખ્યાત છે ડભોઇ ના હીરાભાગોળ સહિત ના ચારેવ ગેટ ના કિલ્લો બનાવનાર હિરધર સલાટ અને તેન નામની તેની પ્રેમિકા નું આ પ્રેમનું પ્રતીક છે જ્યારથી આ તળાવનું નિર્માણ થયું ત્યારથી આ તળાવ માં બારેમાસ પાણી તો રહેતું જ હતું પરંતુ હાલ પાછલા બાર વર્ષની જ વાત કરીએ તો ન જાને આ તળાવને કોની કાળી નજરો લાગી ગઈ છે કે બાર વર્ષથી આ તળાવમાં પાણી ટકતું જ નથી ચોમાસા દરમિયાન જોરદાર વરસાદ પડે તો તળાવ માં કદાચ છબછબિયા થાય અને જો અતિવૃષ્ટિ થઈ તો આ તળાવ છેલ્લોછલ ભરાયા ના પણ દાખલા છે પરંતુ ચોમાસું પૂરું થતાની સાથે પાછું તળાવ સુકાઈ જાય એ પણ એટલી જ સત્ય હકીકત છે પાછલા બાર વર્ષમાં આવું છલોછલ તળાવ માત્ર એક જ વખત ભરાયું હતું અને ચોમાસુ પૂર્ણ થતાની સાથે સુકાઈ ગયા નો પણ દાખલો જોવા મળ્યો હતો ત્યારબાદ પણ આજ દિન સુધી આ તળાવ ક્યારે પણ ભરાયું નથી એની હાલની ભૌગોલિક પરિસ્થિતિ જોવા જઈએ તો ચોમાસા માં પણ તળાવમાં પાણીની આવક જે બાર વર્ષ પહેલા હતી તે હાલ આવક હવે રહી નથી ક્યાંક ખેડૂતોએ ચોમાસામાં પોતાના ખેતરોમાં પાણી વાળવા સંબંધે ધાર્યા કરી પોતાના તરફ પાણી વાળી લીધું તો ક્યાંક કુદરતી રીતે આવકના સ્ત્રોત્ર પુરાઈ જતા આ તળાવમાં પાણીની આવક હાલ બંધ થઈ ચૂકી છે વર્ષો પૂર્વે પૂર્વે બારેમાસ પાણીથી ભરેલું અને લીલીછમ આકર્ષક વનસ્પતિ ઓથી હરિયાળું રહેતું તળાવ છેલ્લા બાર વર્ષના વાણાથી ક્યારેય હજુ ભરાયું નથી નર્મદા નિગમ પાસે પણ પાણી માગવામાં આવે છે પરંતુ નિગમ પણ તળાવ ભરવા માટે પાણી આપતું નથી જે જોતા હવે તો ઇરાદર સલાટ અને તેની નામની પ્રેમિકાની પ્રેમ સ્ટોરી નો અંત આવ્યો હોય તેમ છેલ્લા 12 વર્ષની સૂકુંસટ્ટ દેખાતું આ તળાવ નો પણ હવે ધ એન્ડ જ આવશે કે પછી તંત્ર આ માટે કંઈક વિચારશે.

અલ્પેશ વસાવા (માજી સરપંચ તેનતલાવ) 2010-11 પછી તળાવ ભરાયું જ નથી, આટલા વર્ષોમાં માત્ર એક જ વાર તળાવ ભરાયું પરંતુ ચોમાસુ જતા સાથે તળાવ ખાલી પણ થઈ ગયું ચોમાસાનું પાણી ની આવક હવે આ તળાવ માટે રહી નથી નર્મદા નિગમ પાસે પાણી માગીએ છે પણ મળતું નથી સરકાર હેરિટેજ તરીકે વિકસાવવાની વાત કરે છે પણ પહેલા તળાવમાં પાણી ટકે એની તજવીજ તંત્ર કરે એક સમય ની માંગ…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here