ધોરાજીમાં નાના નાના ભૂલકાઓએ શહીદ એ કરબલાની યાદમાં કલાત્મક તાજિયા બનાવ્યા

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

આશુરાહ ના નવાફિલ નમાજ પઢીને મુસ્લિમો કરબલા ના શહીદો ને અંજલિ અર્પણ કરશે

ધોરાજીના ઈતિહાસમાં પ્રથમ વાર ઢોલ નગારા વગર થશે મોહરમ ની ઉજવણી

આજે 80 જેટલા તાજિયા સરકાર ની ગાઈડ લાઇન મુજબ માતમ માં બેસશે

ધોરાજી ખાતે મુસ્લિમો ના પવિત્ર માસ મોહરમ ની ઉજવણી ખુબજ શાન શોકત ની સાથે થઈ રહી છે રાતે તાજિયા પળ માં આવશે પરંતુ હાલ કોરોના મહામારી છે અને સરકાર શ્રી ની જાહેર નામા અનુસાર ધોરાજી માં મોહરમ માસ ની ઉજવણી થશે એવું ધોરાજી તાજિયા કમિટી ના પ્રમુખ સૈયદ મૂજ્જમિલ મિયા બશીર મિયા રુસ્તમ વાલા એ જણાવેલ હતું તાજિયા માતમ માંજ બેસાડી રાખવામાં આવશે અને ઢોલ નગારા વાગશે નહિ ધોરાજી ના ઈતિહાસ માં પ્રથમ વાર ઢોલ નગારા વગાડ્યા વગર મોહરમ ની ઉજવણી થશે.
આમ ધોરાજી ખાતે હજરત ઇમામ હુસેન અને એમના બોતેર સાથીદારો ની યાદ માં બનાવેલ કલાત્મક તાજિયા આજે સરકાર ની ગાઈડ લાઇન મુજબ પળ માં આવશે જુલૂસ સરઘસ નહીં કાઢવા માં આવે અને ખાસ કરી ને નાના નાના ભૂલકાઓ એ પણ ઇમામ હુસેન ની યાદ માં તાજિયા બનાવ્યા છે બહાર પૂરા ભગત હાઉસ ખાતે નાના ભૂલકાં ઉજેફ કુરેશી જહીર ભગત હુસેન પીંજારા સહિત ના નાનાં નાનાં ભૂલકાઓ એ તાજિયા બનાવિયા છે અને ખાસ કરી ને સૈયદ સીરાજી માતમ ની સેજ મુબારક પડ માં આવશે જે પહેલા સૈયદ હાજી કયુમ બાવા શ્રી રાજી સૈયદ મોઈન બાવા સીરાજી સહિત દુઆ એ ખેર કરશે અને કોરોના નાબૂદી માટે દુઆ કરશે આં પવિત્ર તહેવાર નિમિતે ખલીફા એ શેખૂલ ઇસ્લામ સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરી સૈયદ શકીલ બાપુ સીરાજી મુફ્તી નવાજ અહેમદ સાહેબ અને મુસ્લિમ સમાજ ના આગેવાન હાજી ઇબ્રાહિમ ભાઈ કુરેશી મેમણ મોટી જમાત ના પ્રમુખ હાજી અફરોજ ભાઈ લ્કડ કૂટ્ટા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ કાસમ ભાઈ કુરેશી લઘુમતી ભાજપ પ્રદેશ ના ઉપપ્રમુખ હમીદભાઈ ગોડીલ જિલ્લા લઘુમતી ભાજપ ના ઉપપ્રમુખ બોદુંભાઈ ચોહાણ સામાજિક આગેવાન હાજી અનવરશાહ બાપુ રફાઈ (બિલ્ડર ) અનવર ભાઈ ઇંગા રિયા સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ મકબૂલભાઈ ગરાણા પુર્વ નગરપાલિકા સભ્યરિયાઝભાઈ દાદાણી યાશીન ભાઈ કુરેશી શરીફ ભાઈ લુલનીયા કિંગ સહિત ના ઓ એ લોકો ને મુબારક બાદ પાઠવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here