ડભોઇ શહેર પોલીસ પરિવાર તરફથી દિવાળીની શુભકામનાઓ સાથે જાહેર જનતાને સાવચેત રહેવા અપીલ કરાઇ…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ પોલીસ પરિવાર તરફથી નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

ડભોઇ શહેર પોલીસ દ્વાર દીવાળી ના તેહવાર ને લઈ જાહેર જનતાને સાવચેત રેહવા નમ્ર આપિલ કરાઇ હતી

જેમાં દિવાળી તહેવાર દરમિયાન બજારોમાં ખરીદી કરતા સમયે પોતાના સામાન નું પૂરતું ધ્યાન રાખો બજારમાં રૂપિયા લેતી દેતી દરમિયાન આજુબાજુ કોઈ ઇસમ સંકાસ્પદ લાગે તો સાવચેત રહેવું, ખરીદી દરમિયાન પોતાની પાસે વધુ રોકડ રકમ ન રાખવી તેમજ રોકડ વ્યવહાર ની જગ્યાએ સંભવ હોય તો ડિજિટલ પેમેન્ટ આગ્રહ રાખવો તેમજ મોબાઇલ ફોન ઉપર આવતી લોભામણી લીંક ખોલવી નહીં તથા ઓ.ટી.પી. નંબર કોઈને પણ આપવો નહીં અને fraud call થી સાવધાન રહેવા વિનંતી, બજારમાં ખરીદી કરતી વખતે ભીડભાડવાળી જગ્યાએ પોતાના રૂપિયા,મોબાઇલ ફોન તથા પહેરેલા સોના-ચાંદીના દાગીના જેવી કિંમતી ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો નજીક પોલીસ સ્ટેશન નો સંપર્ક અથવા પોલીસ હેલ્પ લાઈન નંબર 100 ઉપર સંપર્ક કરવો, બજારોમાં ખરીદી દરમિયાન બિનવારસી દરમિયાન બિનવારસી પડેલ કોઇ પણ ચીજ-વસ્તુઓ ને અડકવું નહીં અને કોઈ બિનવારસી વસ્તુઓ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવો બજારમાં ખરીદી દરમિયાન અજાણી વ્યક્તિઓ દ્વારા જાહેરાત કરવામાં આવે અથવા તો કઈ પણ વસ્તુ ખાવા પીવા માટે આગ્રહ કરવામાં આવે તો લેવી નહીં અને આવા વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકવો નહીં દિવાળી વેકેશન દરમિયાન બહારગામ ફરવા જાઓ ત્યારે પોતાના મકાનમાં કિમતી સામાન ન રાખવા. સુરક્ષિત જગ્યાએ મૂકીને જવું તથા પડોશીઓને અથવા વોચમેનને આ બાબતે અવશ્ય જાણ કરવી. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ના કારણે દિવાળી દરમિયાન વધુ ભીડભાડવાળા બજારોમાં ખરીદી કરવા જવાનું ટાળવું અને જાઓ તો સોશિય ડિસ્ટન્સ નું પાલન કરવું માસ્ક અવશ્ય પહેરવું તેમજ સરકારની ગાઇડ લાઇન નું અવશ્ય પાલન કરવું જેવી સાવચેતી રાખવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here