ડભોઇ વસાઇવાલા જીનમાં જાણભેધુ તસ્કરોનો તરખાટ… પાંચ ગાડીનું ડીઝલ અને ત્રણ બેટરીઓઓની તડફંચી કરાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

અગાઉ પણ ત્રણ બેટરીઓ ચોરાઈ હતી

સૂત્રોથી મળતી માહિતી મુજબ ડભોઇ નગરના વસાઇવાલા જીન વિસ્તારમાં ખુલ્લું મેદાન હોય ત્યાં સ્થાનિકો અને આજુબાજુના વેપારીઓ પોતાની ભારધારી અને કારો રાત્રે પાર્કિંગ કરતા હોય છે.જેને લઇ કોઈ જાણભેદુ તત્વોએ રાત્રીના અંધકાર અને સૂમસામ માહોલ નો લાભ ઉઠાવી જાણભેદુ તસ્કરોએ પાંચ ગાડી ની ટાંકીઓ માંથી ડિઝલ ની ચોરી અને ગાડીની બેટરી ઓની ઉઠાંતરી કરતા મોહન માલિકોમાં તેમજ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જ્યારે એક સ્થાનિક વેપારી ની સાથે તેઓ ગાડી માલિક પણ હોય તેઓ દ્વારા જાણવા મળ્યું હતું કે થોડાક દિવસ પહેલા આ જગ્યાએથી ત્રણ ગાડીઓની બેટરીઓ પણ ચોરાઈ હતી અને આ કામ કોઈ જાણભેદુ નો જ હોય શકે એમ જણાવ્યું હતું.
જો આ ચોરીને અંજામ આપનાર તસ્કરોને પોલીસ તંત્ર દ્વારા વહેલી તકે ઝડપવામાં આવે નહિતર આવનાર સમયમાં આ તરસ કોને ખુલ્લો દોર મળતા મોટી ઘરફોડ ચોરી કરવાની જીગર ખુલશે ની વાતો સ્થાનિકોમાં ચર્ચાઈ રહી હતી.
સાથે આ ચોરીની પોલીસ ફરિયાદ વાહન માલિકો દ્વારા કરવામાં આવી છે કે કેમ તે જાણવા મળ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here