ડભોઇ નગર તાંડવ સેના દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાઈ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

મરાઠા સામ્રાજ્ય સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મદિવસે તાંડવ સેના ડભોઇ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય શ્રી હાજરી આપી હતી. મરાઠા સામ્રાજ્ય સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિન 19/02/1630 પ્રસંગે ડભોઇ તાંડવ સેના દ્વારા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે આ શોભાયાત્રામાં ઢોલ વગાડતી ટુકડી તેમજ સૈનિકો અને શિવાજી મહારાજની વેશભૂષા ધારણ કરનાર બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હાજર રહી જણાવ્યું હતું કે શિવનેરી મર્યાદિત સંસાધનો, શસ્ત્રો અને સૈનિકો છતાં આદિલશાહી સલ્તનતમાંથી એકલા હાથે પોતાનું મરાઠા સામ્રાજ્ય કંડારનારા ભોંસલે વંશના જાગીરદાર શાહજી અને જીજાબાઇનાં પુત્ર શિવાજીનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો. શિવનેરીના કિલ્લામાં પારિવારિક ગુરુ સમર્થ રામદાસ અને માતા જીજાબાઇ પાસે શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ લીધા પછી શાહજીએ તેમને માતા સાથે પુણેનો વહીવટ સોંપ્યો હતો. શાહજી પછી જાગીરનો વહીવટ સંભાળનારા શિવાજીએ અહમદનગર, ગોલકોન્ડા, બીજાપુરની સત્તાઓ અંગ્રેજોની ધોંસ અને ઉત્તરમાંથી મુગલોની ચઢાઇથી પોતાની વિચક્ષણ ચાણક્ય બુદ્ધિ અને સમર્પિત મરાઠા સરદારોનાં અદભૂત શૌર્યની સમગ્ર દક્ષિણ ભારતમાં રાષ્ટ્રનો ભગવો ધ્વજ લહેરાવી 1674 માં તેમણે રાયગઢ કિલ્લામાં પોતાનો રાજ્યાભિષેક છત્રપતિ શિવાજી તરીકે કરાવ્યો હતો. ગોરીલા યુદ્ધ પદ્ધતિથી આક્રમણ કરી દુશ્મન સૈન્યને હેબતાવી નાખનારી વ્યુહરચનાથી અન્ય તમામ શાસકોએ હાર માની લીધી હતી. સુચારુ ધર્મનિરપેક્ષ વહીવટકર્તા, સ્ત્રીઓનું સન્માન કરનારા, સૌથી પહેલા નૌસેનાના રચયિતા શાસક છત્રપતિ શિવાજી 3જી એપ્રિલ 1680 માં મૃત્યુ પામ્યા હતાં નુ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું.આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ નામાંકિત સંતો ડભોઇ તાંડવ સેનાના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here