શિક્ષકોનું ડિજિટલ અભિયાન… જૂની પેન્શન યોજનાની માંગ સાથે આજથી માસ CL પર ઉતરવાની તૈયારી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

શિક્ષકોનું ડિજિટલ અભિયાન શિક્ષકો જૂના પેન્શનની માગ સાથે આજથી માસ CL પર બાબતે છોટાઉદેપુર જિલ્લાની ૧૨૫૦ પ્રાથમિક શાળાના ૩૭૮૨ કુલ ઉપરાંત શિક્ષકો જૂની પેંશન યોજના સહિત ૧૭ જેટલા પ્રશ્નો સાથે આજરોજ તા . ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ માસ સી.એલ. પર ઉતરી પડશે . જેની સીધી અસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડશે . ઉત્તર ન મળતા માસ સી.એલ પર ઉતારવા માટે જિલ્લાના શિક્ષકોને આહ્વાન કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકાર સમક્ષ રાજ્યના વિવિધ તાલુકા અને જિલ્લાના શિક્ષક યુનિયનો દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષકોની જૂની પેન્શન યોજનાની માગ સાથે આક્રમક દેખાવો કરવામાં આવી રહ્યા છે . તમામ કર્મચારીઓની માગ છે કે , તેઓના પ્રશ્નો બાબતે સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લઈને ન્યાય આપવાની અપેક્ષા કરી રહ્યા છે . ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પ્રા.શિક્ષક સંઘ , અને શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુરના આદેશ દ્વારા જિલ્લાના ૬ તાલુકાની પ્રાથમિક શાળાના ૩૭૮૨ કુલ ઉપરાંત ઉપરાંત શિક્ષકો આજરોજ તા .૧૭ મી સપ્ટેમ્બરના રોજ જૂની પેંશન યોજના સહિત વિવિધ પ્રશ્નો અંગે સરકાર દ્વારા હકારાત્મક હતું . ૧૨૫૦ છોટાઉદેપુર જિલ્લા પ્રા.શિક્ષક સંઘ અને શૈક્ષીક મહાસંઘ ને શિક્ષકોનું સમર્થન હાલ સોશિયલ મીડિયામાં શિક્ષકો દ્વારા ઓલ્ડ પેંશન યોજના અમારો અધિકાર છે . ૧૭ મી સપ્ટેમ્બરે શનિવારે તમામ શિક્ષકો માસ સી.એલ પર ઉતરશે અને વિરોધ નોંધાવશે તેમ જાણવા મળ્યુ બોડેલી તાલુકા માં ૬૫૭, શિક્ષક છોટાઉદેપુર તાલુકામાં ૮૦૯, જેતપુર તાલુકામાં ૬૦૯, કવાટ તાલુકામાં ૭૫૨, નસવાડી તાલુકામાં ૫૨૩, અને સંખેડા તાલુકામાં ૪૩૨, આમ કુલ શિક્ષક ભાઈ બહેનો કુલ ૩,૭૮૨, શિક્ષક ભાઈ બહેન માસ સીએલ પર ઉતરી ગયેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here