ડભોઇ કોંગ્રેસ કાર્યકરો દ્વારા મોંઘવારી તેમજ બેરોજગારી વિરુદ્ધ આંશિક બંધના પગલે નગરના બજારો જડબેસલાક બંધ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોંઘવારી તેમજ બેરોજગારી મુદ્દે આપવા માં આવેલ બંધ ના એલાન ને પગલે ડભોઇ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા વહેલી સવારે ડભોઇ ના બજાર માં વેપારીઓ ને બાર વાગ્યા સુધી વેપાર ધંધા બંધ રાખવા સમજાવ્યા હતા.ડભોઇ શહેર કોંગ્રેસ પ્રમુખ સતીષ રાવલ ની તેમજ તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ ની આગેવાની માં આંશિક બંધ ના એલાન ના પગલે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાળી સરકાર વિરુદ્ધ રોષ પ્રગટ કર્યો હતો.કોંગ્રેસ દ્વારા આગામી દિવસો માં પણ મોંઘવારી મુદ્દે આંદોલન જારી રહેશે.ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ઘર વપરાશ ની ચીજ વસ્તુઓ તેમજ અનાજ કરીયાણા પર જી.એસ.ટી ના કારણે ભાવ વધારો થતાં મોંઘવારી એ માજા મુકી છે.સાથે પેટ્રોલ ડીઝલ સહિત રાંધણ ગેસ માં તોતિંગ ભાવ વધારા ના કારણે પ્રજા પર મોંઘવારી નો અસહ્ય બોઝ વધી રહ્યો છે.જેના પગલે આજરોજ કોંગ્રેસ દ્વારા આંશિક બંધ નું એલાન કરવામાં આવ્યું હતું.જે બંધ ને સારો પ્રતિસાદ મળ્યો હતો.આ પ્રસંગે ડભોઇ તાલુકા ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, ડભોઇ શહેર પ્રમુખ સતીષ રાવલ,સુધીરભાઈ બારોટ,સહિત નગર પાલિકા ના કોર્પોરેટર બંધ ને સફળ બનાવવા બજાર માં નીકળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here