નર્મદા જિલ્લાની વિવિધ કચેરીમાં અધિકારી- કર્મચારીઓએ કોવિડ- ૧૯ દરમ્યાન ખાસ કાળજી રાખવાના શપથ ગ્રહણ કર્યા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટનસીંગ યોગ વ્યાયામ કરવાના શપથ લેવાયા

ભારત સરકાર દ્વારા કોવિડ- ૧૯ અંગેની જાગૃતિ માટે જન આંદોલન અભિયાન તા.૦૭મી ઓકટોબરથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ જન આંદોલના ભાગરૂપે નર્મદા જિલ્લા મુખ્ય મથક રાજપીપલા કલેકટર કચેરી સંકુલમાં નિવાસી અધિક કલેકટરશ્રી એચ. કે વ્યાસની ઉપસ્થિતમા જિલ્લા સેવા સદનના કર્મયોગીઓએ કોરોના અંગેના સામૂહિક શપથ લીધા હતા.તદ્દઉપરાંત, રાજપીપલા સિવીલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગના કર્મયોગીઓની સાથોસાથ જિલ્લા અને તાલુકા કક્ષાની વિવિધ કચેરીમાં કોવિડ – ૧૯ અંતર્ગત સાવચેતી રાખવાની જરૂરી બાબતો સુચારું અમલ કરવા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.

નર્મદા જિલ્લામાં કોવિડ – ૧૯ અંતર્ગત તકેદારી રાખવાના જરૂરી પગલા જેવા કે માસ્ક પહેરવું, ૬ ફૂટનું સામાજિક અંતર જાળવવું, રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ ઉપચાર પધ્ધતિ અપનાવવી, નિયમિત યોગ વ્યાયામ કરવા, જીવન શૈલીમાં સુધારો લાવવો અને ધરમાં બાળક અને વડીલ વિશેષ કાળજી રાખવા જેવી બાબતના શપથ જિલ્લાની વિવિધ કચેરીના અધિકારી- કર્મચારીઓ દ્વારા શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here