ડભોઇ : અંદાજે ત્રણ લાખ રૂપિયા, કિંમતના સોનાના ઘરેણા ચોરી તસ્કરો રફુચક્કર… વિસ્તારમાં ફફડાટ…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગર માં આવેલ વડોદરી ભાગોળ નીલકંઠ મહાદેવ મંદિર ફળિયામાં દીપકભાઈ ચંદ્રકાન્ત ભાઈના બંધ મકાનમાંથી તિજોરી તોડી અંદાજે ત્રણ લાખ જેટલા સોનાના દાગીના ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતા ડભોઇ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરી ભાગોળ નજીક નીલકંઠ મહાદેવ મંદિર ફળિયામાં રહેતા દીપકભાઈ ચંદ્રકાંતભાઈ જેઓ ટેલર નો વ્યવસાય કરે છે દીપકભાઈ ના કાકા જેઓ ડભોઈ નિલકંઠ પાર્ક સોસાયટીમાં માં રહે છે. જેઓ બીમાર હોવાથી દવાખાનામાં દાખલ હોય તેમના ત્યાં પહેલા પણ ચોરીનો બનાવ બનેલ હોવાથી દીપકભાઈ અને તેમના પત્ની હંસાબેન ઉર્ફે હીનાબેન નીલકંઠ પાર્ક સોસાયટી પોતાના કાકાનું ઘર સૂનું ન રહે તે માટે ત્યાં રાતવાસો કરવા પોતાના ઘેર થી 11:00 વાગે નીકળ્યા હતા અને સવારે 6:00 વાગે ઘરે પરત આવતા તેઓએ પોતાના ઘરનું બારણું ખુલ્લુ અને તાળું તૂટેલું જોતા ગભરાઈ ઉઠ્યા હતા.
જ્યારે તેઓએ ઘરમાં જઈ જોતા તિજોરીમાં નો સામાન વેરવિખેર પડ્યું હતું અને તિજોરી નું ચોરખાનું ખુલ્લું જોતા તેઓનો હોશ ઉડી ગયું હતું જ્યારે ચોર ખાનામાં તપાસ કરતા તેમાં મૂકેલા સોના અને ચાંદીના તમામ ઘરેણાં ચોરાઈ જવાનું માલુમ પડતા તાત્કાલીક પોલીસને જાણ કરી હતી.
જ્યારે દિપકભાઇનો પત્ની હીનાબેન ના જણાવ્યા પ્રમાણે સોનાના મંગળસુત્ર નં-૨ કુલ મળી પોણા ચાર તોલાના, સોનાની ચેન નંગ ૧, સોનાની વીંટી નં-૨, બુટ્ટી જોડ નંગ-૧, કડી નં-૨ કાનસરા સેટ નં-૧, ચાંદીના સિક્કા નં-૨,ચાંદીના સિક્કા અને સોનાની ગિન્ની નં -૨ એમ કુલ મળી અંદાજે ૬ તોલા ઘરેણા ચોરો દ્વારા ચોરી જવાય હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here