બહાદરપુર-ભાટપુર-વાસણા રોડ તેમજ બહાદરપુર અને સંખેડા વચ્ચે આવેલા બ્રિજનું કામ ચાલુ હોવાથી ભારદારી વાહનોની અવર જવર પ્રતિબંધ

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડા તાલુકાના બહાદરપુર- ભાટપુર-વાસણા રોડ રાજય ધોરીમાર્ગ કક્ષાનો રસ્તો બહાદરપુર ગામ પાસે પૂર્ણ થાય ત્યાં સુધીના રોડની રિસરફેસિંગની કામગીરી કરવાની થાય છે. જેમાં પ્રથમ તબકકામાં સંખેડા ટાઉનમાં ઓરસંગ નદી પર આવેલ બ્રિજ પૂર્વ તેમજ પશ્ચિમ છેડે સી.સી.રોડની કામગીરી તથા બહાદરપુર-ભાટપુર-વાસણા રાજય ધોરીમાર્ગ પર રિસરફેસિંગની કામગીરીને કારણે ભારદારી વાહનોની અવર જવર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક રૂટ પર ડાયવર્ઝન આપ્યું છે.
જાહેરનામામાં જણાવ્યાનુસાર વડોદરા-ડભોઇથી સંખેડા તરફ આવતા ભારદારી વાહનો માટે ડભોઇ વેગા ચોકડીથી કરનેટ, રતનપુર બ્રિજ, હાંડોદ ચોકડી થઇ સંખેડા જઇ શકશે. છોટાઉદેપુર- બોડેલી તરફથી આવતા ભારદારી વાહનોને બોડેલી-મોડાસર ચોકડી થઇ માંકણીથી સંખેડા જઇ શકશે. કાર્યપાલક ઇજનેર, છોટાઉદેપુર (મા.મ) વિભાગ છોટાઉદેપુર દ્વારા સદરહુ જાહેરનામા અન્વયે
સદરહુ રોડ પર ડાયવર્ઝન તથા ગતિ સીમા અંગેના સાઇનબોર્ડ લગાવવાના રહેશે. સદરહુ બહાદરપુર- ભાટપુર-વાસણા રાજય ધોરીમાર્ગ ઉપર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસે જરૂરી બંદોબસ્ત રાખવાનો રહેશે. આ જાહેરનામાના સમયગાળા દરમિયાન જ એન્યુઅલ મેઇનટેનન્સની કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
આ હુકમ એસ.ટી બસ, એમબ્યુલન્સ તથા ફાયર ફાઇટીંગ જેવા ઇમરજન્સી સેવાના વાહનોને લાગુ પડશે નહીં.
આ જાહેરનામું તા. ૨૫/૦૫/૨૦૨૩થી તા. ૨૪/૦૬/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. સદરહુ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here