પંચમહાલ જિલ્લાના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિશ્રી દ્વારા વિશિષ્ટ સેવા પોલીસ મેડલ એનાયત

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે કર્યું જાહેર બહુમાન

દેશનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાષ્ટ્રપતિશ્રી દ્વારા વિશિષ્ટ સેવા પોલીસ મેડલ મળવા બદલ પંચમહાલનાં બે પોલીસ અધિકારીઓનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સ્વાતંત્ર્ય પર્વના પ્રસંગે બહુમાન કરીને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. રાજ્યમાં આ રીતે કુલ ૧૭ પોલીસકર્મી-અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં પંચમહાલ જિલ્લાના બે પોલીસ અધિકારીઓને આ મેડલ એનાયત થયો છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયે દેશનાં તમામ સંવર્ગના પોલીસકર્મી- અધિકારીઓને પ્રશંસનીય સેવા અંગેના વિશિષ્ટ સેવા પોલીસ મેડલ રાષ્ટ્રપતિશ્રી જાહેર કરે છે. તેમાં રાજ્યનાં ૧૭ પોલીસકર્મીમાંથી પંચમહાલ-ગોધરાનાં પોલીસ અધિક્ષક શ્રી એચ. એ. રાઠોડ અને મદદનીશ સબ ઇન્સ્પેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ સિસોદીયાને આ મેડલ રાષ્ટ્રપતિશ્રી દ્વારા એનાયત થતાં આજનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વનાં દિવસે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા તેમને આ મેડલ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આ બંને અધિકારીઓ સહિત પંચમહાલના કુલ ૧૨ પોલીસકર્મીઓનું નાયબ મુખ્યમંત્રીશ્રીએ પશંસનીય કામગીરી બદલ સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં કોરોના વોરિર્યસ અધિકારીઓ-કર્મચારીઓનું પણ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here