જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ગોધરા દ્વારા ન્યુઈરા હાઇસ્કુલ ખાતે “POCSO” વિષય પર કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ગોધરા દ્વારા ન્યુઈરા હાઇસ્કુલ ખાતે “POCSO” વિષય પર કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરનું નેતૃત્વ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી ડી.સી.જાની દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોએ POCSO એક્ટ અંગે મહત્વની સમજણ વિદ્યાર્થીઓને આપી હતી.આ તકે ન્યુઈરા હાઇસ્કુલના ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ના કુલ ૨૫૦ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને શિબિરનો લાભ લઈને માર્ગદર્શન મેળવ્યું હતું.
આજની આ શિબિરમાં શ્રી પી.એસ.ચૌહાણ, નાયબ કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર,ગોધરા,શ્રી વી.એમ.ઠાકોર, મદદનીશ કાનૂની સહાય સંરક્ષણ સલાહકાર,શ્રી એચ.એમ.દુબે, પેનલ એડવોકેટ,જિલ્લા કોર્ટ,ગોધરા અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ,ગોધરાના પેનલ એડવોકેટ હાજર રહ્યા હતા.સબ ઈન્સ્પેક્ટરશ્રી આર.આર.બંસલ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એચ.કરેના તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here