છોટાઉદેપુર : સુરક્ષા સેતુ અંતર્ગત કદવાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં 300 જેટલી મહિલાઓને સ્વ રક્ષણની તાલીમ અપાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ ની તાલીમ અપાઈ

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબના આદેશથી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.જી.ચાવડા સાહેબ ની માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી ના ના સહયોગ થી છોટાઉદેપુર જિલ્લા ના વિવિધ તાલુકા માં મહિલા બેહનો અને વિધાર્થિનીઓને સ્વ-બચાવ ની તાલીમ આપવામાં આવી રહી છે જેને લઈને છીટાઉદેપુર જિલ્લા ના કદવાલ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર માં આવેલ 300 જેવી મહિલાઓ ને કરાટે સ્વ રક્ષણ ની તાલીમ આપવામાં આવી હતી સાથે કદવાલ હાઈસ્કૂલ ની બાળાઓ ને કદવાલ પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવવા માં આવતા કદવાલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ અરવિંદ પરમાર સાહેબે બાળાઓ ને પોલીસ સ્ટેશન ની કામગીરી અને પોલીસ જવાનો ની કામગીરી વિશે વિશેષ જાણકારી આપી હતી સંસ્થાના કોચ શ્રી જાબીરહુસેન એન.મલેક અને તેઓની ટીમ દ્વારા જિલ્લામાં આપવામાં આવી રહી છે. ઉપરોકત તસ્વીર મા સ્વરક્ષણ ની તાલીમ *કરાટે કોચ રાજેશ ત્રિવેદી દ્વારા આપવામા આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here