છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં ટાઉનમાં બનેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં નોંધાયેલ ઘરફોડ ચોરી જેવા મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારૂ જીલ્લાના અમલદાર ઓને સુચના કરેલ.
જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર એ.સી.પરમાર નાઓએ ગઇ તા.૨૫/૦૨/૨૦૨૩ ના રોજ છોટાઉદેપુર ટાઉન સિલ્વર પ્લાઝામાં દુકાનમાં થયેલ ચોરી બાબતે છોટાઉદેપુર પો .સ્ટે .એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૩૦૧૮૮/૨૦૨૩ ઈ.પી.કો .કલમ . ૩૮૦,૪૫૪, ૪૫૭ મુજબનો ગુનો નોંધાયેલ તે ઘરફોડ ચોરીના ગુનાને શોધી કાઢવા સારૂ હ્યુમન સોર્સીસ જિલ્લા નેત્રમના સી.સી.ટી.વી.નું એનાલીસીસ તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદ મેળવી પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ચોર ઇસમો અંગે માહીતી એકત્રીત કરતા સિલ્વર પ્લાઝામાં દુકાનમાંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here