નાગરિક ઉડ્ડયન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતેના વોટર એરોડ્રામની લીધી મુલાકાત

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

એરોડ્રામ સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કરી જેટીના નિર્માણ સહિત તેના વિકાસ માટે કરેલો વિચાર-વિમર્શ

ગુજરાત ના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન-યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન એકતાનગર (કેવડીયા) ખાતેના વોટર એરોડ્રામની મુલાકાત લઇ એરોડ્રામના ચીફ સિક્યુરિટી ઓફિસર રાજેશ ચૌબે સાથે સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું અને સ્થળ પર વોટર એરોડ્રામના વિકાસ ઉપરાંત જેટીના નિર્માણ-વિકાસ સંદર્ભે જરૂરી વિચાર – વિમર્શ કર્યો હતો.

માધ્યમો સાથેના સંવાદમાં પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી-એકતાનગર (કેવડીયા) ખાતે આગામી દિવસોમાં અનેક પ્રવાસીઓનો અહીંયા વધારો થવાનો છે. સાથે સાથે આ એરોડ્રામના વિકાસ અને જેટી બનાવવાના વિષય સંદર્ભે સ્થળ નિરીક્ષણ કરીને અહીં એક સારું પ્લેટફોર્મ તૈયાર થાય તેવો આશય આજની આ મુલાકાતનો રહેલો છે.

મંત્રી પૂર્ણેશ મોદીની આજની ઉક્ત મુલાકાત દરમિયાન નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ધનશ્યામ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, વિક્રમ તડવી, કમલેશ પટેલ વગેરે પણ સાથે જોડાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here