ગોજારીયા ગામેથી મેક્ષ પીકપ ગાડીમાં તરબુચ ભરી તેની આડમાં લઇ જવાતો કિં.૧૭૨૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી કવાંટ પોલીસ

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લા ના તમામ થાણાઅમલદાર નાઓને સુચના કરેલ જે અન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્કલ પો.ઇન્સ કે.એ.ડાભીના સંકલનમાં રહી પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા સ્ટાફના માણસો કવાંટ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા જે દરમ્યાન પો.સ.ઇ.સી.એમ.ગામીત નાઓને બાતમી હકીકત મળેલ કે સમલવાંટ ગામ તરફથી એક સફેદ કલરની મેક્ષ પીકપ ગાડી નંબર GJ-UU716 ના પાછળના ડાલામાં તરબુયની આડમાં ઇંગ્લીશ દારૂ ભરી એક ઇસમ કવાંટ તરફ આવી રહેલ છે જે મળેલ બાતમી આધારે ગોજારીયા ગામના બસ સ્ટેન્ડ પાસેના ત્રણ રસ્તા ઉપર પ્રોહી વોય નાકા બંધીમાં ગોઠવાયેલ હતા જેની થોડીવારમાં બાતમી હકીકત મુજબ સામેથી એક પીકપ ગાડી આવતી દેખાતા તેને રોડ ઉપર આડાસ કરી સદરી ગાડી યાલકને રોકી લીધેલ અને તે મેક્ષ પીકપ ગાડીના ડાલામાં તરબુચની આડમાં પ્લાસ્ટીકની થેલીઓમાં ભરેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દાા ક્વાટરીયા નંગ – ૧૭૨૮ કિ.રૂ ૧,૭૨,૮૦૦/- તથા મહિન્દ્રા મેક્ષ પીકપ ગાડી નંબર GJ-07-JU-0716 ની કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ ની કિ.રૂ. ૫૦૦/- મળી કુલ ૪,૭૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ભાવસીંગભાઇ ઉર્ફે લાલો ટોપી જહાલીયાભાઇ જાતે રાઠવા (ભીલાલા) રહે. અંધારકાય, પટેલ ફળીયુ તા. કઠીવાડા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નાઓને પકડી પાડી કવાંટ પોસ્ટમાં ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ ને પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધવામાં સફળતા મળેલ છે.
-કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ – (૧) ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેશ વ્હિસ્કી ૧૮૦મીલીની બોટલ નંગ- ૧૭૨૮ કિ.રૂ ૧૩૨,૮૦૦૪-
(૨) મહિન્દ્રા મેક્ષ પીકપ ગાડી નંબર GJ-07-UU-0716ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- (૩) મોબાઇલ નંગ-૧ની કિ.રૂ. ૫૦૦/- મળી કુલ ૪,૭૩,૩૦૦/- સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી પોલીસ કર્મચારી –
(૧) પો.સ.ઇ. સી.એમ.ગામીત (ર) અ.હે.કો. મહેશભાઈ કાળુભાઈ (૩) પો.કો બિપીનસિંહ રૂખડભા (૫) પો.કો. ગોપાલભાઇ મલાભાઈ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે. પકડાયેલ આરોપી ભાવસીંગભાઈ ઉર્ફે લાલો ટોપી જહાલીયાભાઈ જાતે રાઠવા (ભીલાલા) રહે. અંધારકાય, પટેલ ફળીયુ તા. કઠીવાડા જિલ્લો અલીરાજપુર (એમ.પી).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here