છોટાઉદેપુર નગરમાં જાહેરમાર્ગો ઉપર રખડતા તથા બેસી રહેતા પશુઓના ત્રાસથી વાહન ચાલકો પરેશાન… તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવવા પ્રજાની માંગ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ ઉપર પશુઓ ફરતા જોવા મળી રહ્યા છે. તથા જાહેર ચાર રસ્તાઓ ઉપર બેઠેલા જોવા મળે છે. અને ભારે ગંદકી કરે છે. છોટાઉદેપુર કાલીકા માતાના મંદિર પાસે જ્યાં 24 કલાક વાહનો અવર જવર કરતા હોય છે. ત્યાં વહેલી સવારે તથા રાત્રીના પશુઓ બેઠેલા જોવા મળે છે અને ભારે ગંદકી કરે છે. જેના કારણે વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે તકલીફ પડે છે. મુખ્ય માર્ગો ઉપર આ રીતે પશુઓ ફરતા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. તંત્ર દ્વારા આ રખડતા પશુઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે. પશુઓના ત્રાસને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવે છે. વાહન નજીક આવી જતા હોય છતાં પણ પશુઓના બેઠેલા ટોળા ઉભા થઇ દૂર ન હટતા ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે ભવિષ્યમાં અકસ્માતનો ભય રહેલો છે.
છોટાઉદેપુર નગરમાં હાઇવે તથા મુખ્ય માર્ગો ઉપર રોજ બરોજ ભારે ટ્રાફિક હોય છે. વાહન વ્યવહારની ભારે અવરજવરની સાથે સાથે પશુઓ પણ રસ્તા ઉપર મોટી માત્રામાં રખડતા જોવા મળી રહયા છે. જે ચાલતા ટ્રાફિકને ભારે અડચણ રૂપ બને છે. પરંતુ પશુઓના માલિકો છુટ્ટા મૂકી દે છે. અને ઘણા પશુઓ રસ્તાની વચ્ચોવચ બેસી જતા મોટા વાહનો ને અવર જવરમાં ભારે તકલીફ નો સામનો કરવો પડે છે. જાહેર માર્ગો ઉપર ફરતા પશુઓ અચાનક ઝગડાઈ પડતા હોય છે જેના કારણે 2 વ્હીલ વાળા વાહન ચાલકો અટવાઈ જય છે. જ્યારે 4 વ્હીલ વાહનો સાથે અથડાતા નુકસાન પહોંચાડે છે. આવનાર દિવસોમાં અકસ્માત થાય તો જવાબદારી કોણ ઉઠાવે એ એક પ્રશ્ન છે. તંત્ર દ્વારા આ પશુઓને પકડવા તુરંત કાર્યવાહી કરવી જોઈએ અને છુટ્ટા મૂકી દેતા પશુ માલિકોને પણ દંડ કરવો જોઈએ તેમ નગર જનોની માંગ ઉઠી છે.

આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર ભવિનભાઈ બરજોડે જણાવ્યું હતું. કે રસ્તા ઉપર ફરતી 150 જેટલી ગાયો છે જેમાં ત્રણ જેટલા માલિકો છે. બાકી બધી બિન વારસી છે. સરકારે કેટલ પાઉન્ડ ની 6 લાખની ગ્રાન્ટ પણ આપી છે. જે અંગે વાહન વસાવવા દરખાસ્ત માટે પ્રોસેસ કરી છે. જ્યારે જે માલિકીના પશુઓ હોય તેના ઉપર ટેક કરેલું હોતું નથી. રખડતા પશુઓ ને પકડવા એક અઠવાડિયાની અંદર દ્રાઈવ નું આયોજન કરવામાં આવશે અને પશુઓને પાંજરે પૂરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here