છોટાઉદેપુર તાલુકાના વીરપુર ગામે રેતી ખનન કરતા ટ્રેક્ટરોને ગામ લોકોએ ભગાડ્યા… ધોળે દિવસે રેતી ખનનની પ્રવૃત્તિ ફરી એકવાર સામે આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાના વીરપુર જૂથ ગામ પંચાયતમાં કુલ ચાર ગામ આવેલા છે જેની વસ્તી અંદાજે 25,000 જેટલી થાય છે વીરપુર ગામે સુકેત નદીમાં આજરોજ સવારે 10:00 કલાકે 70 થી 80 ટ્રેક્ટર નદીમાં રેતી કરતા હતા જે ગેરકાયદેસર ભરતા હોય જેઓને 100 જેટલા ગામ લોકોએ દોડાવ્યા હતા. રેતી ભરતા ઇસમોને પકડવા ગામ લોકો દોડ્યા પરંતુ ટ્રેક્ટર લઈને ઈસમો ફરાર થઈ ગયા હતા. વીરપુર ગામની સુકેટ નદી માં જનતાએ રેડ કરતા આજ રોજ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામ પાસે આવેલ વીરપુર જૂથ ગ્રામ પંચાયતમાં કુલ ચાર ગામ આવેલા છે જેમાં વીરપુર, ગુડા, લગામી, અને ખોડવાણીયા, જેની કુલ વસ્તી અંદાજે 25000 જેટલી થાય છે આ ગામના 100 જેટલા લોકોએ આજરોજ સવારે 10:00 કલાકે સૂકેટ નદીમાં રેડ કરી હતી અને ધોળા દિવસે ગેરકાયદેસર રેતી ભરાતા 70 થી 80 જેટલા ટ્રેક્ટરો અને પકડવાની કોશિશ કરી હતી પરંતુ ટ્રેક્ટર ભાગી છૂટ્યા હતા અને કોઈ પકડાયું નહીં ગામ લોકો દ્વારા જાણવા મળ્યા મુજબ આ નદીમાં મશીન ઉતારીને પણ રેતી ભરવામાં આવતી હોય પરંતુ તેને અટકાવવા કોઈ પગલા ભરવામાં આવતા નથી જનતાએ સુકેત નદીમાં રેડ કરતા આજ રોજ ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિનો ફરી એકવાર મામલો સામે આવ્યો છે.
વીરપુર ગામના લોકો જણાવી રહ્યા છે કે રોજ દિવસ રાત 70 થી 80 જેટલા ટ્રેક્ટર ઓ નદીમાં ઉતારી દેવામાં આવે છે અને ગેરફાયદેસર રેતી ખોદી લઈ જવામાં આવે છે જેને કોઈ રોકટોક કરવામાં આવતી નથી હવે નદીમાં રેતી ખૂબ ઓછી બચી છે નદીમાં ખોદાતી રેતી વીરપુરની સામેની તરફ કાચો રસ્તો બનાવેલો હોય જે રસ્તા ઉપર થી ગુડા ગામ થઇ અલસીપુર થઈ કેવડી વટાવી દાહોદ જિલ્લાના ફાંગિયા તરફ જતા રહે છે જ્યાં આગળ રેતીના સ્ટોક કરવામાં આવે છે પરંતુ દર વર્ષે નદીમાં રહેતી ઓછી થઈ જતા પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી પાણીના સ્તર ઊંડા ઊતરી જવાને કારણે કુવાઓ તથા બોરમાં પણ પાણી આવતું નથી જેથી દર ઉનાળામાં પાણી માટે પ્રજાએ વલખા મારવાના વારો આવે છે જ્યારે સ્થાનિક કક્ષાએ રેતી ની જરૂર હોય મકાન બનાવવું હોય તો સ્થાનિક લોકોએ ભવિષ્યમાં રેતી માટે બીજે વલખા મારવાનો વારો આવશે અને સ્થાનિક કક્ષાએ રેતી મળે નહીં અંગે ગામ લોકોએ જણાવ્યું હતું કે સદર ઘટના બાબતે અમોએ અધિકારીઓને ફોન કર્યો પરંતુ મારો ફોન ઉઠાવ્યો ન હતો.
છોટાઉદેપુર જિલ્લામાંથી રેતી ચોરી ખેતી માફિયા બીજા જિલ્લામાં લઈ જતા હોય ખુલ્લેઆમ રેતી ખનન ધોળે દિવસે થતું હોય પરંતુ તેની ઉપર નિયંત્રણ લાવવામાં આવતું નથી એ ભારે નવાઈ ભરી વાત છે લાગતા વળગતા ખાતાના અધિકારીઓની ગાડી કોઈપણ રોડ ઉપર નીકળે તો રેતી મા માફિયાઓને પહેલા ખબર પડી જતી હોય છે જે પણ એક ભારે નવાઈ ભરી વાત છે ગામ લોકો જણાવી રહ્યા છે કે અમારા ગામમાં છેલ્લા કેટલા સમયથી આ રીતે ખનન થઈ રહ્યું છે જે અંગે આમાં આવનારા દિવસોમાં આવેદનપત્ર જિલ્લા કલેકટર આપીશું અને અમારો વિરોધ નોંધાવીશું

બોક્સ — છોટાઉદેપુર જિલ્લામાં આવેલી નદીઓમાં હવે જોઈએ તેવી રહેતી રહી નથી માત્ર કાંકરા અને પથ્થર રહ્યા છે જેથી હવે નાની નદીઓ તથા કોતરોમા રેતી ખનન પ્રવૃત્તિઓ શરૂ કરી દેવામાં આવી છે હવે વારો કોતરોનો આવ્યો છે જ્યાં રેતી દેખાય ત્યાં મન ફાવે ત્યાં ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ પગલાં ભરવામાં આવતા નથી પૂરતા પ્રમાણમાં ટીમ મોકલી દરોડા પાડવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે છોટાઉદેપુર જિલ્લાના ઘણા વિસ્તારોમાં જ્યાં રેતીની લીલો ફાળવેલ નથી ત્યાં પણ રેતી ખનન પુર જોશમાં ચાલી રહ્યું છે અને રાત્રી દરમિયાન ગાડીઓ ભરી રવાના થઈ જતી હોય છે પરંતુ તંત્રની આંખ સવારે ઉઘડે ત્યાં સુધીમાં ગાડીઓ જતી રહી હોય તો કોને પકડવા જાય તેવો ઘાટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here