રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વાજડી વડ મુકામે પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયુ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા ;-

ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના *5* વર્ષ પુરા થતા લોકઉપયોગી વિકાસ કાર્યનું રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વાજડી વડ મુકામે પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ લોધીકા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન રેખાબેન પરમારનાં હસ્તે કરવામાં આવ્યું,આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખશ્રી મનોજભાઇ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી અને મનોજભાઈ રાઠોડે આ પ્રસંગે પ્રવચન કરતા જણાવેલ કે આ રાજ્ય સરકારની જે વિકાસના કામો છે તેની ગ્રામજનો અને શિક્ષકોને અપીલ કરી કે આ યોજનાની માહિતી ગામલોકો સુધી પહોંચાડવાની અપીલ કરેલ,આ કાર્યક્રમમાં નીચે મુજબના હોદ્દેદારો હાજર રહેલ.
રાજકોટ જિ. ભાજપ કિસાન મોરચાના મંત્રી પ્રવિણસિંહ (ભીખુભાઇ ડાભી),પૂર્વ પ્રમુખ લોધીકા તા.પંચાયત અનુરિદ્ધસિંહ ડાભી, લોધીકા તા. યુવા ભાજપ મહામંત્રી ડૉ. પ્રકાશ વિરડા, લોધીકા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિશાલભાઈ ફાગલિયા,લોધીકા ભાજપ મંડલ મિડિયા કન્વીનર બી.એમ.ગોસાઇ, તાલુકા બક્ષીપંચ મોરચાના મહામંત્રી પ્રવીણભાઈ માલકિયા, રાજકોટ જિલ્લા યુવા ભાજપ અગ્રણી જયેશભાઇ સાગઠીયા, વાજડી વડ ગ્રામ પંચાયત ઉપ સરપંચ વિજયભાઈ રાઠોડ, યુવા ભાજપ કાયૅકર કમલેશભાઈ વાગડીયા પૂર્વ સરપંચ અશોકસિંહ ખરેડીયા,શાળાના આચાર્ય મુકેશભાઈ દોંગા, કો -ઓરડીનેટર દશૅનભાઇ  જોશી, તલાટી મંત્રી કે.એન. ગોહિલ, રાજકોટ જીલ્લા ઓબીસી પ્રમુખ કીશોરભાઈ રાઠોડ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here