છોટાઉદેપુર : જીલ્લાની “બેટી બચાઓ, બેટી પઢાઓ” સમિતિની બેઠક યોજાઈ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

અભાયમની ટીમ દ્વારા ચાલુ કેલેન્ડર વર્ષમાં કુલ ૪૮ હજાર કરતા વધારે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યા

છોટાઉદેપુર જીલ્લાની બેટી બચાઓ, બેટી પઢાઓ સમિતિની આજરોજ કલેકટર સુશ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી જેમાં આ ડીવાયએસપી, નિવાસી અધિક કલેકટર, ડીડીઓ, સીડીએચઓ અને સમિતિના સભ્યો જોડાયા હતા.આ સમિતિ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ગ્રાન્ટ કઈ રીતે વાપરે છે, ક્યાં કેટલો ખર્ચ એલોકેટ કરવો વગેરે ચર્ચા થઈ હતી. એક્શન પ્લાન કેવી રીતે એક્સિક્લુટ કરે છે, ક્યા ક્યા પ્રોગ્રામ થયા, આ ઉપરાંત સાયબર સેફટી, આઈઈસી મટીરીઅલની વિગતો, કેપેસીટી બિલ્ડીંગ, ઓરીએન્ટેશન, સ્કીલ ડેવલોપમેન્ટ, ગુડ ટચ, બેડ ટચ, કેરિયર સેમીનાર વગેરે પ્રોગ્રામ કરવા માટેના સૂચનો આવ્યા હતા. આ સાથે સખી વન સ્ટોપ,૧૮૧ અભયમ ટીમ અને સુરક્ષા સેતુ સોસાયટી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ૧૮૧-અભાયમની ટીમ દ્વારા જીલ્લામાં કુલ ૪૮૫૪૧ જેટલા ડેમોસ્ટ્રેશન જાન્યુઆરીથી જુન સુધી કરવામાં આવેલ છે. અને ૩૩૬ કેસોમાં મહિલા સતામણી માટે કોલ આવેલા છે જેમાં સ્થળ પર જ સમાધાન કરાવી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here