છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ ટિસ ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબીર વડોદરાનાં તરસાલી ખાતે યોજાશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

૫૦૦થી વધુ ટેકનીકલ અને નોન-ટેકનીકલ જગ્યાઓ માટે રોજગાર મેળાનું આયોજન. મૂક બધિર અને ઓર્થો લોકોમોટર દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ઈન્ ટરવ્યુ યોજાશે

મોડેલ કેરીઅર સેન્ ટર, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી અને નગર રોજગાર કચેરી, છોટાઉદેપુર તેમજ જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે તા.૧૩-૦૨-૨૦૨૪ના રોજ મોડેલ કેરીઅર સેન્ ટર, મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે સવારે ૧૦.૦૦ વાગ્યે રોજગાર અને એપ્રેન્ ટીસ ભરતી મેળો યોજાશે.
આ ભરતી મેળામાં ૫૦૦થી વધારે ટેકનીકલ અને નોન-ટેકનીકલ જગ્યાઓ માટે વડોદરા અને અન્ય જિલ્લાનાં
નોકરીદાતાઓ હાજર રહેશે. ધોરણ ૧૦-૧૨ પાસ માટે તેમજ મૂક બધિર અને ઓર્થો લોકોમોટર દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ઈન્ ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાશે. આ રોજગાર અને એપ્રેન્ ટિસ ભરતી મેળામાં હાજર રહેનાર તમામ ઉમેદવારો માટે સ્વરોજગાર માર્ગદર્શન શિબીર
નું આયોજન કરવામાં આવશે જેમાં રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ જેવી કે સ્વરોજગાર લોન, સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો, સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ અને એનસીએસ પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે વિનામુલ્યે માર્ગદર્શન આપવામાં આવશે.
આ ભરતી મેળામાં ભાગ લેવા તેમજ નોકરીદાતાની વિગતો જોવા અનુબંધમ પોર્ટલ
www.anubandham.gujarat.gov.in પર ઓનલાઈન જોબફેરમાં બાયોડેટા તથા ડોક્યુમેન્ ટસ સાર્થે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારી છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here